પિથોરા પીર (પેથલભાણ) નાં નેજા અને સામૈયો...@naransiju65 #cultureofkutch #ruralcelebration #folkdance
Naran Siju Official presents Culture of Kutch
0:00 / 0:00
પિથોરા પીર (પેથલભાણ) નાં નેજા અને સામૈયો...@naransiju65 #cultureofkutch #ruralcelebration #folkdance
4 445 просмотров · 2 недели назад
Naran Siju Official presents Culture of Kutch
4,65 тыс. подписчиков
4 445 просмотров · 2 недели назад
ભુજ તાલુકાનાં ભુજોડી અને કુકમાની દક્ષિણે આવેલી કેથ્રોલ હિલ જેને સ્થાનિક રીતે લક્કી ટેકરીઓ કહે છે તે ડુંગરધાર ઉપર કુકમાથી ચકાર-કોટડા જતા રસ્તે સોઢા સંત પેથલભાણ (પિથોરાપીર) નું મંદિર અને સુંદર રમણીય સ્થાન આવેલું છે.ત્યાં દર વરસે ભાદરવા સુદ ત્રીજનાં મેળો અને "પ્યાલા ઉત્સવ" ઉજવાય છે.ભુજોડી, કુકમા,અવધનગર,કંઢેરાઇ, જાંબુડી,કોટડા,હરૂડી,બંદરા,વરનોરા,અંજાર,કોટાય વગેર ગામોનાં મેઘવંશી મારુ વણકર સમાજનાં લોકો શ્રધ્ધા અને આસ્થાથી આવે છે.મૂળ સિંધ પાકિસ્તાનનાં ઉમરકોટ વિસ્તારનાં સોઢા સંત એવા પેથલભાણ (પિથોરાપીર) એ આ સમાજનાં રક્ષણ અને ઉત્થાન માટે સદીઓ અગાઉ કાર્ય કરેલું.એટલે આજે પણ કચ્છનાં મેઘવંશી મારુ સમાજ આ સંતને પૂજે છે.ભુજોડી,વડવા અને હરૂડી ગામેથી પગપાળા નેજા લેઇનેભાદરવા સુદ ત્રીજના લોકો સામૈયા કરી મેળામાં આવે છે.