Перейти к содержимому

Jeevan Shu Chhe | Pujya Shree Mota | Hariom Ashram

HARI OM MOTA

0:00 / 0:00

Jeevan Shu Chhe | Pujya Shree Mota | Hariom Ashram

10 851 просмотр · 4 года назад
HARI OM MOTA
2,16 тыс. подписчиков
10 851 просмотр · 4 года назад
જીવન શું છે ? જીવન ક્યાં છે ? જીવન શેમાં જણાવો કો ? જીવનને ક્યાં જઈ શોધું ? જીવનપથને બતાવો કો. રહેવા રાજમંદિર ને હવા ખાવા બગીચા હો, વિમાને વ્યોમમાં વિહરો છતાં જીવન નથી ત્યાંયે. મળે સુખ સ્વર્ગનાં છોને અને દેવો પવન નાંખે, મળે સામ્રાજ્ય છો જગનું છતાં જીવન નથી ત્યાંયે. સદા નિજ પ્રિયના કામે ઉમળકે ત્યાગ સૌ કરશે, જીવન ખાતર કરી દે જે જીવન ફળ ચાખશે તે તે. ભલેને પુત્ર પરિવારે ભરેલા હો સ્વજનથી ને, ઉપાડે બોલ તમ સહુ કો છતાં જીવન નથી ત્યાંયે. તમારી કીર્તિની ગાથા ગવાયે વિશ્વ સારામાં, બધે તમ હાક છો વાગે છતાં જીવન નથી ત્યાંયે. સદા નિજ પ્રિયને પ્રાણે સમર્પણ ત્યાં કરે નિજ સૌ પરોવાઈ રહે છે જે, જીવનને તે જ માણે છે. જીવનના તત્ત્વજ્ઞાનીઓ ! જીવનને મા'લનારાઓ ! જીવનને જાણવાકેરી ભલા ચાવી બતાવો કો ! મળે સુખ તે ન ભોગવતો કદીયે એકલો પોતે, બીજાંને સુખ દઈને જે લહે સુખ, તે જીવન જાણે. મળેલાં સાધનો શક્તિ પ્રભુને કાજ જે ખર્ચે, પ્રભુ કાજે મરે જીવે, જીવન તે એકલો પામે. ‘જીવનપગલે’, આ. બીજી, પૃ. ૬૩