Перейти к содержимому

ભાગ ૧: શું તમને પણ ધ્યાનમાં આવા અનુભવો થયા છે? | Premjibhai Savaliya & Ilaram, Jog Bhaktidham Ashram

Speak Bindas | Devang Vibhakar

0:00 / 0:00

ભાગ ૧: શું તમને પણ ધ્યાનમાં આવા અનુભવો થયા છે? | Premjibhai Savaliya & Ilaram, Jog Bhaktidham Ashram

1 236 просмотров · 9 ч назад
Speak Bindas | Devang Vibhakar
44,5 тыс. подписчиков
1 236 просмотров · 9 ч назад
જોગ ભક્તિધામ આશ્રમની મુલાકાત તેમજ ઘ્યાની પ્રેમજીભાઈ સાવલિયા અને તેમના ગુરુ ઇલારામ સાથે સત્સંગ ઇન્ટરવ્યૂ રાજકોટથી 30 કિમીના અંતરે આવેલ જોગ ભક્તિધામ આશ્રમની ગઈકાલે બીજી વખત મુલાકાત લેવાનું થયું જેમાં ધ્યાની પ્રેમજીભાઈ સાવલિયા તેમજ તેમના ગુરુ ઇલારામ સાથે સત્સંગ ઇન્ટરવ્યૂ કરવાનું થયું. પ્રેમજીભાઈની ધ્યાન યાત્રા વિશે જાણવાનું થયું જેમાં તેઓએ જણાવ્યું કે આમ તો બાળપણથી તેઓ ધ્યાનમાર્ગમાં આવી ગયેલ. તેમના મૂળગામ નિકાવામા ભગતબાપુ થયેલા જેમની પાસે તેઓ જતા અને આધ્યાત્મ માર્ગદર્શન મેળવતા અને ધ્યાન કરતા. ત્યારબાદ સમય સંજોગ અનુસાર વ્યવસાયમાં વ્યસ્ત થયા પણ આંતરિક ખોજ સતત ચાલુ રહી. અલગ અલગ જગ્યાએ જઈને સત્સંગ કરતા અને આધ્યાત્મિક યાત્રા શરૂ રહી. ખાસ તો તેઓ ધ્યાન કરતા રહ્યા અને ધ્યાન દ્વારા તેમણે સુરતા સાધીને ખૂબ બધા આંતરિક અનુભવો મેળવ્યા જેમાં સુરતા, ચેતન, ગગનમંડળ, નૂરતા, ગુરુત્ત્વ સાથે એકરૂપતાંના કારણે દ્વૈતનો વિલય, સૂક્ષ્મલોકની અનુભૂતિ, intuition power, આત્મા, પરમાત્મા, નામ વચન અને મંત્રદિક્ષા, અજપાજપનો અનુભવ વગેરે. એક જાગૃત ગુરુની જરૂરિયાત છે તેવું ચોક્કસપણે જાણતા તેઓને જોગડુંગરી બાપુ (ધ્યાનીશંકર મુક્તિનારાયણ બાપુ)ની પ્રેરણાથી ઇલારામ રૂપે એક જાગૃત ગુરુ પ્રાપ્ત થયા જેઓએ તેમને ધ્યાન અને આધ્યાત્મ માર્ગમાં વિકાસ કરવામાં અને યોગ્ય માર્ગે જ જઈ રહ્યા છે તે જાણવામાં ખુબજ પ્રેરણાદાયી રહ્યા. ઈલારામ પાસે પણ અધ્યાત્મનું ભાથુ બાપુની કૃપાથી બાળપણથી સહેજે મળતું રહ્યું છે જેમાં શબ્દોનો ખ્યાલ તો પછીથી આવ્યો પણ વિવિધ દર્શનો તેમને સ્થિતિ અનુસાર ખૂબ થયા. ધ્યાનમાર્ગમાં આવતા પડાવો વિશે પ્રેમજીભાઈ અને ઇલારામ પાસેથી ચોક્કસ માર્ગદર્શન મળી રહે...જો કોઈ સાધક પૂર્ણ સમર્પણ સાથે અભ્યાસ કરતો રહે. ઇલારામ ગુરુ તરીકે શિષ્યોનો સ્વીકાર કરે છે પરંતુ તે તેમના ગુરુ જોગડુંગરી બાપુના આદેશ પ્રમાણે જ. તેમનું અને પ્રેમજીભાઈનું ચોક્કસપણે કહેવું છે કે જો તમારું ખાતું આ માર્ગમાં હોય તો જ દીક્ષા મળી શકે. અને દીક્ષા મેળવ્યા બાદ પણ સાધકે પોતાનો જાપ અને ધ્યાન અભ્યાસ નિરંતર કરવાનો રહેતો હોય છે. પ્રેમજીભાઈને સરસ્વતી દેવીના પૂર્ણ આશીર્વાદ હોવાનું તેમને મળ્યે અનુભવાય કેમકે તેઓ અસ્ખલિત રીતે તેમના અનુભવો તેમજ તમારા પ્રશ્નો પર સહજતાથી સત્સંગ કરાવી શકે છે. જ્યારે તેમના ગુરુ ઈલારામ આમ ખૂબ ઓછું બોલે પણ એકદમ સચોટ વાત કરે જે કોઈ સાધકને પોતાની સાધનયાત્રામા ઉપયોગી બની રહે. આશ્રમમાં જોગડુંગરી બાપુનું મંદિર છે તેમજ હનુમાનજી અને ખોડિયાર માતાજીનું પણ મંદિર છે. આશ્રમમાં પક્ષીઓ માટે વિશાળ ચબૂતરો બનાવવામાં આવ્યો છે જેમાં રોજની 10 મણ જેટલી બાજરી તેઓ પક્ષીની ચણ માટે સેવાર્થે વાપરે છે. વિશાળ સંખ્યામાં કબૂતરોને ચણતા જોઈને એક અબોલ જીવ માટેની સેવા માટે માન થઈ જાય. જે કોઈને આ સેવામાં ભાગ લેવો હોય તેઓ આશ્રમ પર ચણ માટે બાજરીની સેવા આપી શકે છે. આશ્રમ પર પ્રેમજીભાઈ મુખ્યત્વે ધ્યાન સાધનામા હોય છે અને કોઈ સાધક ભાવિક આવે તો તેઓ રાત્રે સત્સંગ કરતા હોય છે. દર પૂનમે આશ્રમ પર ભજન સત્સંગનો કાર્યક્રમ હોય છે. પ્રેમજીભાઈ અને ઈલારામ સાથે થયેલ સત્સંગ ઇન્ટરવ્યુમાં ધ્યાન સાધના કરતા સાધકો માટે અમૂલ્ય કહી શકાય તેવી અનુભવવાણી સાંભળવા મળશે જે સાધકને તેમની સાધનામાં ઉપયોગી બની રહેશે. પ્રેમજીભાઈ તેમજ તેમના ગુરુ ઈલારામ સાથે આ સત્સંગ ઇન્ટરવ્યુમાં નિમિત્ત તેવા મિત્ર સચિનભાઈ માયાણીનો ખૂબ ખૂબ આભાર. ખાસ નોંધ: જે કોઈ ભાવિકો અને સાધકોને સત્સંગ માટે આશ્રમની મુલાકાત લેવી હોય તો તેઓએ માત્ર પૂનમના દિવસે જ જવું તેવી ગુરુ આજ્ઞા છે કેમકે બાકીના દિવસોમાં ધ્યાન સાધનામાં ખલેલ પહોંચે 🙏🏵️ અસ્તુ. દેવાંગ વિભાકર ------ During my second visit to Jog Bhaktidham Ashram near Rajkot, I had the opportunity to conduct a spiritual interview with meditator Premjibhai Savalia and his guru, Ilaram. They shared valuable insights into meditation, inner spiritual experiences, the importance of an awakened guru, and the role of dedication, surrender, and continuous practice on the spiritual path. #premjibhai #ilaram #dhyani #jogdungaribapu #dhyan #surta #gujaratipodcast #meditationtechniques #nikava #jogbhaktidhamashram #ashram #guru #satsang ------ Cameraman Courtesy: Sachin Mayani, Rajkot ------- Follow us: ➤ Instagram:   / speakbindas   ➤ Facebook:   / speakbindasofficial   ➤ E-mail: speakbindas@gmail.com ➤ Website: https://www.speakbindas.com/ ➤ WhatsApp: https://chat.whatsapp.com/Fvi9CvNGLBD... ------ "Welcome to SpeakBindas, your destination for inspiring stories, impactful interviews, and thought-provoking podcasts featuring people from all walks of life. Founded by Devang Vibhakar, our goal is to create a platform for open and fearless expression, driving meaningful change through words and ideas. Don’t forget to like, comment, share and subscribe to join us on this journey of inspiration and transformation." ===== "SpeakBindas પર આપનું સ્વાગત છે, જ્યાં તમને પ્રેરણાદાયક કથાઓ, પ્રભાવશાળી ઇન્ટરવ્યુઝ અને વિચારપ્રેરક પોડકાસ્ટ મળી રહ્યા છે. દેવાંગ વિભાકર દ્વારા સ્થાપિત, SpeakBindas નો હેતુ ખુલ્લી અને નિર્ભય અભિવ્યક્તિ માટે એક મંચ ઉભું કરવાનું છે અને શબ્દો અને વિચારો દ્વારા મહત્વપૂર્ણ બદલાવ લાવવાનો છે. અમારી આ પ્રેરણાદાયક સફરમાં જોડાવા માટે લાઈક, કૉમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં." ===== Disclaimer: "The views and opinions expressed in this video (interview, podcast, conversation or recording) are those of the speaker and do not necessarily reflect the views of the host or the platform."