સંવેદના સોસાયટી દ્વારા || તાલુકા કક્ષાની સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોનો ભવ્ય અભિવાદન સમારોહ ||
Shri Labhubhai T Sonani
0:00 / 0:00
સંવેદના સોસાયટી દ્વારા || તાલુકા કક્ષાની સ્પર્ધાઓના વિજેતા સ્પર્ધકોનો ભવ્ય અભિવાદન સમારોહ ||
206 просмотров · 2 дн. назад
Shri Labhubhai T Sonani
2,69 тыс. подписчиков
206 просмотров · 2 дн. назад
સંવેદના સોસાયટી દ્વારા તાલુકા કક્ષાની સ્પર્ધાઓના ૬૭ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય અભિવાદન સમારોહ સંપન્ન
દિવ્યાંગોના સશક્તિરણ અને સમાજમાં સંવેદના જગાડવાના ઉદ્દેશ સાથે યોજાયો પ્રેરણાદાયી કાર્યક્રમ
U.S.A. ની ‘Leap to Shine’ NGO દ્વારા પ્રજ્ઞાચક્ષુ બાળકોના ઘડતર અર્થે ₹૨૦ લાખનું માતબર દાન આપાયું
ભાવનગર:
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા અને રાષ્ટ્રીય અંધજન મંડળ, ભાવનગર જિલ્લા શાખા સંચાલિત શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી અને શ્રી ધનવંતરાય કે. અજમેરા ફાઉન્ડેશન ટ્રસ્ટ (ઘાટકોપર-મુંબઈ) ‘સંવેદના સોસાયટી’ અંતર્ગત તાલુકા કક્ષાની વકતૃત્વ, નિબંધ, ચિત્રકલા અને એક પાત્રીય અભિનય સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ૬૭ વિજેતા સ્પર્ધકોનો ભવ્ય અભિવાદન સમારોહ અત્યંત ઉત્સાહભેર માહોલમાં યોજાઈ ગયો.
શ્લોક ગાન અને દીપ પ્રાગટ્ય સાથે શુભારંભ:
સમારોહની મંગલ શરૂઆત સંસ્થાના સંગીત શિક્ષિકા શ્રી અંકિતાબેન ચૌહાણના મધુર શ્લોક ગાનથી થઈ હતી. ત્યારબાદ ઉપસ્થિત આદરણીય મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. કે.કે. બ્લાઇન્ડ સ્કૂલના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી હર્ષ એન. ધ્રાંગધરિયાએ ઉપસ્થિત સૌ અતિથિઓ અને આગેવાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.
મહાનુભાવોનું સન્માન અને કાર્યક્રમનો હેતુ:
આ શુભ પ્રસંગે મંચસ્થ દરેક મહાનુભાવનું ધૂપસળી તથા સ્મૃતિચિહ્ન (મોમેન્ટો) અર્પણ કરીને ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર મહાનગરપાલિકાના માનનીય મેયર શ્રીમતી ઉષાબેન કે. તલરેજાનું સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણી દ્વારા વિશેષ સન્માન કરાયું હતું. ‘સંવેદના પર્વ’ના ચેરમેન શ્રી બાબુભાઈ એસ. ગોહિલે સંવેદના સોસાયટીની વિવિધ સમાજઉપયોગી પ્રવૃત્તિઓ અને સમગ્ર આયોજનના ઉદાત્ત હેતુ અંગે વિગતવાર માહિતી પૂરી પાડી હતી.
ઇનામ વિતરણ અને પ્રોત્સાહન:
ઇનામ વિતરણ કડીમાં ઘોઘા તાલુકા, ભાવનગર ગ્રામ્ય અને ભાવનગર શહેરના પ્રાથમિક તેમજ માધ્યમિક વિભાગના વિજેતા વિદ્યાર્થીઓને નિબંધ, વકતૃત્વ, ચિત્ર અને એક પાત્રીય અભિનય સ્પર્ધા માટે આકર્ષક ટ્રોફી તથા પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વિવિધ સ્પર્ધાઓમાં સામાન્ય (નોર્મલ) શાળાઓના ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ્રાસંગિક ઉદબોધન અને પ્રેરણાદાયી અધ્યક્ષીય સંદેશ:
કાર્યક્રમના મુખ્ય અતિથિ ભાવનગરના મેયર શ્રીમતી ઉષાબેન કે. તલરેજા તથા P.N.R. સોસાયટીના ફાઉન્ડર ટ્રસ્ટી શ્રી અનંતભાઈ કે. શાહે પ્રાસંગિક ઉદબોધન આપી બાળકોના ઉત્સાહ અને પ્રતિભાને બિરદાવ્યા હતા.
સંસ્થાના જનરલ સેક્રેટરી શ્રી લાભુભાઈ સોનાણીએ અધ્યક્ષ સ્થાનેથી પ્રેરણાદાયી સંદેશ આપતા જણાવ્યું હતું કે, "સંવેદના પર્વ અંતર્ગત યોજાતી સ્પર્ધાઓનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સુષુપ્ત રહેલી સંવેદનાઓને જગાડીને દિવ્યાંગોના સશક્તિકરણમાં જોડવાનો છે. અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં દિવ્યાંગો પ્રત્યે સંવેદના જાગે અને તેમની ક્ષમતાઓનો પરિચય થાય તે અત્યંત જરૂરી છે. જેથી કરીને ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવીને સમાજમાં પ્રસ્થાપિત થાય ત્યારે દિવ્યાંગોના શિક્ષણ, રોજગાર, તાલીમ અને પુનઃસ્થાપનના કાર્યોને વેગ આપે. જો કોઈ રાજકીય ક્ષેત્રે આગળ વધે તો દિવ્યાંગો માટે સંવેદનશીલ સમાજના નિર્માણની નીતિઓ ઘડે, તેમને પગભર થવાની તક, શિક્ષણના સાધનો અને માળખાકીય સેવાઓ ઉપલબ્ધ કરાવે. જો કોઈ ઉદ્યોગપતિ બને તો પવિત્ર લક્ષ્મીનો ઉપયોગ આ દિવ્યાંગોના વિકાસમાં કરી ઉત્તમ સમાજ નિર્માણ માટે ટેકો આપે. આ માધ્યમથી ભાવનગર અને બોટાદ જિલ્લાને દેશના આદર્શ જિલ્લાનું સન્માન પ્રાપ્ત થાય તેવી આપણી નેમ છે."
U.S.A. ની ‘Leap to Shine’ NGO દ્વારા ₹૨૦ લાખનું માતબર દાન:
શ્રી લાભુભાઈ સોનાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, U.S.A. ની ‘Leap to Shine’ NGO દ્વારા સંવેદના પર્વ અંતર્ગત યોજાનારી સ્પર્ધાઓ તેમજ પ્રજ્ઞાચક્ષુ બાળકોના સર્વાંગી ઘડતર અર્થે રૂપિયા ૨૦ લાખનું માતબર દાન આપવામાં આવ્યું છે. તે બદલ તેમણે સાત સમુદ્ર પાર વસતા મૂળ ભારતીયોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને ‘Leap to Shine – India’ ના C.E.O. શ્રી સૌરીન શાહનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો.
ટ્રસ્ટીગણની ગરિમામય ઉપસ્થિતિ:
આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ મહેશભાઈ પાઠક, હર્ષકાન્તભાઈ રાખશીયા, હેમંતભાઈ ગાંધી, હરિદાસ મશરૂ, કિરીટભાઈ રાઠોડ, શ્રીમતી ઇલાબેન તથા અન્ય ટ્રસ્ટીગણ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી.
સંચાલન અને આભારવિધિ:
સમગ્ર કાર્યક્રમનું અતિ સુંદર અને સફળ સંચાલન સંવેદના સોસાયટીના પ્રોગ્રામ ઓફિસર ડૉ. મહેશકુમાર દાફડા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં કે.કે. બ્લાઇન્ડ સ્કૂલના ટ્રેઝરર શ્રી ભાવેશભાઈ એસ. ગાંધીએ ઉપસ્થિત તમામ અતિથિઓ, વિજેતાઓ અને સંકલનકર્તાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો