શ્રી રામજીના દર્શન કરવા અમે અયોધ્યામાં ગ્યાતા | Ramayan Bhajan | Gujarati Kirtan | Hansaben Poriya
હંસાબેન પોરિયા
0:00 / 0:00
શ્રી રામજીના દર્શન કરવા અમે અયોધ્યામાં ગ્યાતા | Ramayan Bhajan | Gujarati Kirtan | Hansaben Poriya
6 862 просмотра · 2 дн. назад
હંસાબેન પોરિયા
38,1 тыс. подписчиков
6 862 просмотра · 2 дн. назад
shree ramji na darshan karva ne ame ayodhya gya ta,
ram na darshan karva ame ayodhya gya ta,
ramayan kirtan Bhajan,
shri ram ji na darshan karva ame ayodhya gya ta
શ્રી રામજીના દર્શન કરવા અમે અયોધ્યામાં ગ્યાતા — શ્રીરામના જન્મથી લઈને સીતાજીના ધરતીમાં સમાઈ જવા સુધીની રામકથાને ભજનના સ્વરૂપમાં રજૂ કરતું સુંદર અને ભાવસભર ગુજરાતી ભજન.
આ ભજનમાં કાગ ભુસુડી ગરુડજીને શ્રીરામના જન્મ સમયની આનંદભરી વાતો સંભળાવે છે. ત્યારબાદ શ્રીરામનું બાળપણ, વિશ્વામિત્ર ઋષિ સાથેનું ગમન, તાડકા અને રાક્ષસોનો સંહાર, અહલ્યાનો ઉદ્ધાર, સીતાસ્વયંવર અને શ્રીરામ-સીતાના વિવાહની કથા આવે છે.
આગળ રાજા દશરથ દ્વારા રામને ગાદી પર બેસાડવાનો નિર્ણય, કૈકેયીના વચનને કારણે મળેલો વનવાસ, રામ-લક્ષ્મણ-સીતા વનગમન, કેવટ દ્વારા ગંગા પાર કરાવવી અને પંચવટીમાં નિવાસનું વર્ણન કરવામાં આવ્યું છે.
રાવણ દ્વારા સીતાહરણ, જટાયુનો પ્રસંગ, શબરીના બોર, હનુમાનજી સાથે મિલાપ, સુગ્રીવ અને વાનરસેના, વાલી વધ, સમુદ્ર પર સેતુ બાંધવો, લંકામાં યુદ્ધ અને રાવણ વધ — સમગ્ર રામકથાના મહત્વના પ્રસંગો આ ભજનમાં સમાવવામાં આવ્યા છે.
યુદ્ધ પછી શ્રીરામ સીતાજીને અયોધ્યા પરત લાવે છે અને રામ-સીતા ગાદીએ બિરાજે છે. ત્યારબાદ ધોબીના શબ્દોથી સીતાજીને વનમાં મોકલવાનો પ્રસંગ, લવ-કુશનો જન્મ, તેમનું પાલનપોષણ, રામ સાથેનું યુદ્ધ અને અંતે સીતાજીનું ધરતીમાં સમાઈ જવું — આ કરુણ પ્રસંગ પણ ભજનમાં રજૂ થયો છે.
છેલ્લે સખી મંડળ શ્રીરામના ચરણોમાં વિનંતી કરે છે કે અયોધ્યામાં વાસ મળે. 🙏
🎶 ભજન ગમે તો Like 👍, Share અને Hansaben Poriya ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં.
🔔 નવા ગુજરાતી રામ ભજન, રામકથા, રામાયણ કીર્તન અને ભક્તિ ગીતો માટે ચેનલ સાથે જોડાયેલા રહો.
━━━━━━━━━━━━━━━━━━
🎵 ભજનના શબ્દો:
━━━━━━━━━━━━━━━━━━
શ્રી રામજીના દર્શન કરવા ને અમે અયોધ્યામાં ગ્યાતા
કાગ ભુસુડિ કહે સાંભળો ગરુડજી
વાત સે આનંદની રામ જન્મતા ત્યારની
શ્રી રામજીના દર્શન કરવા રે અમે અયોધ્યામાં ગ્યાતા
રાજા દશરથ ને ચાર ચાર દીકરા
એને આંગણે રમે છે નાના બાળકો
અમે અયોધ્યામાં ગ્યાતા
રામલીલા જોઈને અમને માયા રે લાગી
પાંચ વરસ અવધમાં રહ્યા રે
અમે અયોધ્યામાં ગ્યા તા
એક સમયે ઋષિ વિશ્વામિત્ર આવ્યા
રામ લક્ષ્મણને લઈને ચાલ્યા રે
અમે અયોધ્યામાં ગ્યા તા
ઋષિ યજ્ઞનો પ્રારંભ કર્યો
રામે તે રાક્ષસ સહારે
અમે અયોધ્યામાં ગ્યા તા
ત્યાંથી ઋષિ મુન્ની બંને ભાઈને લઈને ચાલ્યા
આવીને અહલ્યા ઉગારી યા રે
અમે અયોધ્યામાં ગ્યા તા
જનકપુરી માં આવીને બીરાજા રે
અમે અયોધ્યામાં ગ્યા તા
ઋષિના આશિષથી રામે ધનુષ બાણ ભાંગીયા
શ્રીરામને સીતા પરણાવ્યા રે
અમે અયોધ્યામાં ગ્યા તા
પરણીને રામ સીતા અયોધ્યામાં આવ્યા
માતાએ આરતી ઉતારી રે
અમે અયોધ્યામાં ગ્યા તા
રાજા દશરથે મનમાં વિચાર્યું
કાલે સવારે રામને ગાદીએ બેસાડું
રામને વનવાસ મળ્યો રે
અમે અયોધ્યામાં ગ્યા તા
રામ લક્ષ્મણ ને સીતારે માતા
વન ની વાટે ચાલ્યા રે
અમે અયોધ્યા માં ગ્યાતા
ગંગા પાર કરવા ગંગા કાઠે આવ્યા
કેવટે ગંગા પર ઉતાર્યા રે
અમે અયોધ્યામાં ગયા હતા
પંચવટી મા આવીને બીરાજા રે
અમે અયોધ્યામાં ગ્યાતા
સાધુ નો વેશ ધરી રાવણ આવ્યો
સીતાનું હરણ કરી લઈ ગયો રે
અમે અયોધ્યામાં ગ્યા તા
રામ તો વનમાં વિલાપ કરે છે
રામ રોવે લક્ષ્મણ ધીરજ આપે રે
અમે અયોધ્યામાં ગ્યા તા
જટાયુ એ મારગ બતાવ્યા
જટાયુને મોક્ષ અપા વારે
અમે અયોધ્યામાં ગયા હતા
શબરીના બોર આરોગ્યરે
અમે અયોધ્યામાં ગ્યા તા
ત્યાંથી બંને ભાઈ કિષ્કિંધા મા આવ્યા
હનુમાન નો મિલાપ થયો રે
અમે અયોધ્યામાં ગયા હતા
કિષ્કિંધા મા રામે વાલી મારો રે
અમે અયોધ્યામાં ગ્યાતા
હનુમાન ને વાનરસેના હાજર કરી
સુંદરકાંઠે આવી સેતુ બંધારે વારે
અમે અયોધ્યામાં ગ્યા તા
લંકા ગઢમાં આવી પહોંચ્યા
લંકા તે ગઢમાં યુદ્ધ મંડાણા
રામે તે રાવણને માર્યો રે
અમે અયોધ્યામાં ગ્યા તા
યુદ્ધ જીતીને રામ સીતા વાળી લાવ્યા
સીતા વાળી લાવ્યા અયોધ્યા માં આવ્યા
રામ સીતા ગાદીએ બીરાજા રે
અમે અયોધ્યામાં ગ્યા તા
રામ સીતા લાવ્યા એવી ધોબી એ વાત જાણી
સીતા ને કલંક લગાડ્યા રે
અમે અયોધ્યામાં ગયા હતા
અડધી રાતે સીતાને વન મેલી આવ્યા
ઋષિના આધારે રહેવા લાગ્યા રે
અમે અયોધ્યામાં ગ્યાતા
સીતા માતાને નવ માંસ વીતા
બબે બાળકને જન્મ દીધા રે
અમે અયોધ્યામાં ગ્યા તા
પાળી પોચી સીતાએ મોટા કર્યા
રામ સાથે યુદ્ધ મંડાણા રે
અમે અયોધ્યામાં ગયા હતા
દોડીને સીતા લવકુશ પાસે આવ્યા
આ વાત એ કામ કેમ કર્યા મારા બાળા
તાત સાથે યુદ્ધનોતા માંડવા
અમે અયોધ્યામાં ગયા હતા
ત્યાં તો સીતામાતા યે ધરતીને સમ્રા
તમે ફાટો તો સમાય જઈએ રે
અમે અયોધ્યામાં ગ્યા તા
ધરતી ની દીકરી ધરતીમાં સમાયા
સીતાએ કહી માંગ દીધા રે
અમે અયોધ્યામાં ગયા હતા
સખી મંડળ રામ તમને પાયે પડે છે
અયોધ્યામાં વાસ અમને દેજો રે
અમે અયોધ્યામાં ગ્યા તા
શ્રી રામજીના દર્શન કરવા ને અમે અયોધ્યામાં ગ્યાતા
કાગ ભુસુડિ કહે સાંભળો ગરુડજી
વાત સે આનંદની રામ જન્મતા ત્યારની
શ્રી રામજીના દર્શન કરવા રે અમે અયોધ્યામાં ગ્યાતા
━━━━━━━━━━━━━━━━━━
🙏 જય શ્રી રામ 🙏
🙏 જય સીતારામ 🙏
🙏 જય હનુમાન 🙏
#શ્રીરામ #અયોધ્યા #રામકથા #રામાયણ #રામભજન #સીતારામ #રામવનવાસ #રાવણવધ #હનુમાન #લવકુશ #ગુજરાતીભજન #ગુજરાતીકીર્તન #RamKatha #RamayanBhajan #ShriRamBhajan #Ayodhya #SitaRam #GujaratiBhajan #HansabenPoriya #hansaben #satsang #bhajan #kirtan #bhakti #dhun #devotional