Перейти к содержимому

||ભીમે શિવલિંગ પર ગદા મારી||લોહેશ્વર મહાદેવ||લોટેશ્વર મહાદેવ||શંખેશ્વર||‪@prafulvlog‬

Praful Vlog

0:00 / 0:00

||ભીમે શિવલિંગ પર ગદા મારી||લોહેશ્વર મહાદેવ||લોટેશ્વર મહાદેવ||શંખેશ્વર||‪@prafulvlog‬

1 627 просмотров · 3 года назад
Praful Vlog
10,3 тыс. подписчиков
1 627 просмотров · 3 года назад
એક લોકવાયકા પ્રમાણે, પ્રાચીન સમયે કુંતી માતા સાથે પાંચ પાંડવો ફરતા ફરતાં આ પ્રદેશ આવ્યા ત્યારે આ પ્રદેશ હિડંબા વન તરીકે ઓળખાતો હતો. તે સમયે જયેષ્ઠ પુત્ર યુધિષ્ઠિર ને એવો નિયમ હતો કે ભગવાન શંકરના શિવલિંગના દર્શન કરી પછી જ ભોજન કરવું. પણ હિડંબા વનમાં એક પણ શિવલિંગ હતું નહિ, તેથી તેમણે પાણી પીવાના લોટાને (કળશ્યો) ઊંધો મૂકીને શિવલિંગ માનીને તેની પૂજા અર્ચના કરવા લાગ્યા. પણ કુંતી માતાએ પુત્રને રોકી અને કહ્યું કે આ શિવલિંગની પૂજા કહી શકાય નહી. ત્યારે બાજુમાં ઉભેલા સહદેવે ભીમને બોલાવીને કહ્યું કે આ ઊંધા લોટા પર ગદાનો પ્રહાર કર, ભીમે લોટા પર ગદાનો પ્રહાર કર્યો ત્યારે ત્યાંથી પાણીનો પ્રવાહ શરૂ થયો. ત્યારે લોટાની પૂજા અર્ચના કરી. ત્યાર પછી અહી એક સુંદર મંદિરનું નિર્માણ થયું અને આ મંદિરને 'લોટેશ્વર' તથા કુંડને 'લોટેશ્વર કુંડ' નામ આપ્યું. ફાગણ વદ અગિયારસથી ફાગણી અમાસ સુધી મંદિરે મેળો ભરાય છે. ભૂત-પ્રેત, દુઃખ-દર્દ, દૂર કરવા લોકો લોટેશ્વર મહાદેવજીના મંદિરે આવી ધૂણતા અને ત્યારથી આ મેળાનું નામ ધુણીયો મેળો પડી ગયું છે અહીં આવેલો પ્રાચીન સ્થાપ્ત્ય એવો લોટેશ્વરનો કુંડ પ્રસિદ્ધ જોવાલાયક સ્થળ છે. રચના પરત્વે એ ચાર અર્ધવર્તુળાકારોને સ્વસ્તિકની પેઠે ચાર છેડે જોડેલા હોય એવો દેખાવ ધરાવે છે. એના મધ્ય ભાગે કૂવો છે જે સમચોરસ આકાર ધરાવે છે. #famousplace #temple #gujarat #loteshvar #lohesvar #sankhesvar #patan #મહાદેવ #mahadev #mahadevstatus #mahadeva #mahadev #mahadevbhakt #gujarat mahadev #gujarat mandir #ગુજરાત મંદિર લોટેશ્વર ધામ લોહેશ્વર મહાદેવ શંખેશ્વર પાટણ follow my channel: ‪@prafulvlog‬