Aarti Darshan Salangpur Date 01 01 2025
Salangpur Hanumanji - Official
0:00 / 0:00
Aarti Darshan Salangpur Date 01 01 2025
27 852 просмотра · 1 г. назад
Salangpur Hanumanji - Official
655 тыс. подписчиков
27 852 просмотра · 1 г. назад
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને કલરફુલ સેવંતીના ફુલોનો
દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તા.01-01-2025નને બુધવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કલરફુલ સેવંતીના મિક્સ ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે.
આજે સવારે 5:45 કલાકે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે કલરફુલ સેવંતીના ફુલોનો દિવ્ય શણગાર કરાયો છે. દાદાને સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. આજે 2025 વર્ષ પ્રારંભે આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. મોટી સંખ્યામાં હરિભક્તોએ મહાપ્રસાદ તેમજ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
પવિત્ર ધનુર્માસ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.૧૬ -૧૨-૨૦૨૪ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૫ સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૭ થી ૧૨ અને સાંજે : 3 થી ૬ કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે.
Hello Devotees
Jai Shri swaminarayanv
Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham.
http://salangpurhanumanji.org
#salamgpurdham #kingofsalangpur #decoration #salamgpurdham #kingofsalangpur #hariprakashswami #hanuman #vadtal #darshan #Ram #shriram #share #swaminarayan
🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩
🚩 જય શ્રી રામ🚩