મારા રામની ઘડેલી હાટડી રે - દક્ષા બેન ( કિર્તન લખેલું નીચે છે) ચૈત્ર માસ નિમિત્તે રામજીનું કિર્તન
Nimavat Vasantben
0:00 / 0:00
મારા રામની ઘડેલી હાટડી રે - દક્ષા બેન ( કિર્તન લખેલું નીચે છે) ચૈત્ર માસ નિમિત્તે રામજીનું કિર્તન
148 558 просмотров · 2 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
148 558 просмотров · 2 года назад
મારા રામની ઘડેલી આ હાટડી રે
એમાં ભર્યો મોંઘેરો માલ
મારા રામની ઘડેલી આ હાટડી રે...
માલ સુમંતજી એ ખરીદ્યો રે
એને આપ્યું ચરણમાં સ્થાન
મારા રામની ઘડેલી આ હાટડી રે...
માલ કેવટજીએ ખરીદ્યો રે
એની નાવમાં બેઠા સીતારામ
મારા રામની ઘડેલી આ હાટડી રે...
માલ અહલ્યા બાઈ એ ખરીદ્યો રે
એને મળ્યો મનુષ્ય અવતાર
મારા રામની ઘડેલી આ હાટડી રે...
માલ સુગ્રીવ જી એ ખરીદ્યો રે
રામે સોંપ્યું કિષ્કિંધા નું રાજ
મારા રામની ઘડેલી આ હાટડી રે...
માલ ભક્ત જટાયુ એ ખરીદ્યો રે
એને આપ્યા છે અગ્નિદાહ
મારા રામની ઘડેલી આ હાટડી રે...
માલ શબરી બાઈ એ ખરીદ્યો રે
એને પહોંચાડ્યા વૈકુંઠધામ
મારા રામની ઘડેલી આ હાટડી રે...
માલ વિભીષણ રાય એ ખરીદ્યો રે
એને સોંપ્યા લંકા ગઢના રાજ
મારા રામની ઘડેલી આ હાટડી રે...
માલ વાલિયા લુંટારા એ ખરીદ્યો રે
એ તો બની ગયા ઋષિ રાય
મારા રામની ઘડેલી આ હાટડી રે...
માલ હનુમાનજીએ ખરીદ્યો રે
એના રુદિયામાં વસ્યા સીતારામ
મારા રામની ઘડેલી આ હાટડી રે...
માલ તુલસીદાસે ખરીદ્યો રે
એણે લખ્યા રામાયણના ગ્રંથ
મારા રામની ઘડેલી આ હાટડી રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ