સીતાજીનું કિર્તન - માડી તું તો રાજા જનકની દુલારી- અરુણાબેન - ઉષ્માબેન(લખેલું નીચે છે)ચૈત્રી નવરાત્રિ
Nimavat Vasantben
0:00 / 0:00
સીતાજીનું કિર્તન - માડી તું તો રાજા જનકની દુલારી- અરુણાબેન - ઉષ્માબેન(લખેલું નીચે છે)ચૈત્રી નવરાત્રિ
61 780 просмотров · 1 год назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
61 780 просмотров · 1 год назад
માડી તું તો રાજા જનકની દુલારી
સુનયનાજી ની લાડકી રે લોલ...
માડી તને લળી લળી લાગું પાય
ભજુ રે દુઃખભંજની રે લોલ...
જનકરાયે સુકરતના હળ શણગાર્યા
ધરમના ધોરી જોડ્યા રે લોલ...
માડી એવા રાજાએ ખેતર ખેડ્યાં
બાળકી રૂપે પ્રગટીયા રે લોલ...
માડી તારા જાક્મજોળ અજવાળા
સીતાજી રૂડાં નામ ધર્યા રે લોલ...
માડી તું તો આદિ અનાદિની જ્યોતિ
જનક ઘરે જળહળી રે લોલ...
માડી તે તો બાળપણમાં ધનુષ શંભુના
પોતાના હાથે ધરિયા રે લોલ...
માડી તારી નાનીસી પાતળી ભુજાએ
ત્રાજવડાંમાં તોળી લીધું રે લોલ...
માડી એવું જનકરાજાએ નિહાળ્યું
અંતરમાં એને દીવડા થયા રે લોલ...
માડી એને આકરા નિયમ એવા લીધા
સ્વયંવર તારો રચીયો રે લોલ...
માડી એણે મોટા મોટા રાજવી તેડાવ્યા
લગનને માંડવે રે લોલ...
માડી તે દી અયોધ્યા નગરીથી આવ્યા
કુંવર રઘુકુળના રે લોલ...
માડી ત્યાં તો મોટા મોટા રાજવી હાર્યાં
મૂંજાણા મિથિલાપતિ રે લોલ...
માડી એવી ઋષિ આજ્ઞાથી રામ ઉઠ્યા
ધનુષને વંદન કર્યા રે લોલ...
માડી રામે ચટક દઈને ચડાવ્યું
તટક દઈને તોડી નાખ્યું રે લોલ...
માડી એને તોડ્યું છે રઘુકુળ રામે
ત્રણેય લોક ગાજી ગયા રે લોલ...
માડી ત્યાં તો શંખ શરણાઈ રૂડા વાગ્યા
નોબતના રૂડા નાદ વાગ્યા રે લોલ...
માડી ત્યાં તો મંગલ ઢોલ ઢબુક્યા
સખીયુંએ ગાયા ગીતડાં રે...
માડી તે દી ચૌદ લોક હરખણા
જનકપુર જુમી ઉઠ્યું રે લોલ...
માડી તારા મંડપમાં રામજી શોભે
વિજયમાળા કંઠે ધરી રે લોલ...
માડી તું તો રઘુકુળ રામની રાણી
સૂર્યવંશની અમરવેલી રે લોલ...
માડી એવી અષ્ટ સીધી ને નવ નિધિ
સેવામાં તારે સાબદી રે લોલ...
માડી તારા નારદજી ગુણલા ગાતા
હનુમાનજી હુકમ જીલે રે લોલ...
માડી તારી દયા ક્ષમાને મર્યાદા
કે તેજ પુંજ તપે હરીને રે લોલ...
માડી તારા ગુણનો પાર કોણ પામે
બ્રહ્માજી ભલે વેદ ભણે રે લોલ...
માડી એવા સદગુરૂ રામની સીતા
સદાય સૌને સંગે રેજો રે લોલ...
માડી એવી દાસ વસંતની અરજી
ચરણમાં સદાય રાખો રે લોલ...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ