Jay Adhyashakti Aarti | Prakash Barot, Hiral Dabhi | Gujarati Devotional Aarti |
IVY Meshwa BMC
0:00 / 0:00
Jay Adhyashakti Aarti | Prakash Barot, Hiral Dabhi | Gujarati Devotional Aarti |
70 765 просмотров · 6 л. назад
IVY Meshwa BMC
268 тыс. подписчиков
70 765 просмотров · 6 л. назад
@IVYMeshwaBMC
Presenting : Jay Adhyashakti Aarti | Prakash Barot, Hiral Dabhi | Gujarati Devotional Aarti |
#ambemaa #devotional #aarti
Audio Song : Jay Adhyashakti Aarti
Singer : Prakash Barot, Hiral Dabhi
Lyricist : Shivanand swami
Music : Ranjit Nadiya
Genre : Gujarati Devotional Aarti
Deity : Ambe Maa
Temple : Ambaji
Festival : Navratri
Label : Ganesh Digital
જય આધ્યા શક્તિ, મૈયા જય આધ્યા શક્તિ,
અખંડ બ્રહ્માંડ દીપાવ્યા, પડવે પ્રગટ્યા માં,
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
દ્વીતિયા બે સ્વરૂપ, શિવ શક્તિ જાણુ મૈયા શિવ....
બ્રમ્હા ગણપતિ ગાએ (૨), હર ગાએ હર માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
તૃતીયા ત્રણ સ્વરૂપ, ત્રિભુવન માં બેઠા મા ત્રિભુવનમાં...
ત્રયા થકી તરવેણી (૨), તમે તરવેણી માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા સચરાચર વ્યાપ્યા મૈયા સચરાચર...
ચાર ભુજા ચૌ દીશા (૨), પ્રગટ્યા દક્ષિણ માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
પંચમે પંચ ઋષિ, પંચમે ગુણ પદ્મા મૈયા પંચમે....
પંચ સહસ્ત્ર ત્યાં સોહિયે (૨), પંચે તત્વો માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
શષ્ટી તું નારાયણી, મહીશાસૂર માર્યો મૈયા મહિસાસુર..
નર-નારી ના રૂપે (2) વ્યાપ્યા સઘળે માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
સપ્તમી સપ્ત પાતાળ, સંધ્યા સાવિત્રી મા સંધ્યા....
ગઉ ગંગા ગાયત્રી (૨), ગૌરી ગીતા માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
અષ્ટમી અષ્ટ ભૂજા, આઈ આનંદા મૈયા આઈ...
સુનીવર મૂનીવાર જનમ્યા (૨), દેવો દૈત્યો માં,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
નવમી નવકુળ નાગ, સેવે નવદુર્ગા મૈયા સેવે...
નવરાત્રિ ના પૂજન, શિવરાત્રી ના અર્ચન, કીધા હર બ્રહ્મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
દશમી દશ અવતાર, જય વિજીયા દશમી મૈયા જય વિજયા...
રામે રામ રમાડ્યા (૨), રાવણ રોળ્યો મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
એકાદશી અગીયારસ, કાત્યાયની કામા મા કાત્યાયની...
કામ દુર્ગા કાલિકા (૨), શ્યામા ને રામા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
બારસે બાળા રૂપ, બહુચરી અંબા માં મૈયા બહુચરી..
બટુક ભૈરવ સોહિયે કાળ ભૈરવ સોહીએ, તારા છે તુજ મા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
તેરસે તુળજા રૂપ, તમે તારુણી માતા મૈયા તમે તારુણી
બ્રહ્મા-વિષ્ણુ-સદાશિવ (2) ગુણ તારા ગાતા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ચૌદશે ચૌદા રૂપ, ચંડી ચામુંડા મૈયા ચંડી ચામુડા
ભાવ-ભક્તિ કંઇ આપો, ચતુરાઈ કંઇ આપો, સિંહ-વાહીની માતા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
પૂનમે કુંભ ભર્યો, સાંભળજો કરુણા મૈયા સાંભળજો..
વશિષ્ટ દેવે વખાણ્યા, માર્કંડ દેવે વખાણ્યા, ગાઇએ શુભ કવિતા
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
સંવત સોળ સત્તાવન, સોળસે બાવીસમાં મૈયા સોળસે...
સંવંત સોળે પ્રગટ્યા (૨), રેવા ને તીરે, હર ગંગાને તીરે,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ત્રંબાવટી નગરી, આઈ રૂપાવતી નગરી, માં .મંછાવટી નગરી,
સોળ સહસ્ત્ર ત્યાં સોહિયે, ક્ષમા કરો ગૌરી, માં દયા કરો ગૌરી,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
શિવશક્તિ ની આરતી, જે કોઈ ગાશે, માં જે ભાવે ગાશે,
ભણે શિવાનંદ સ્વામી, રટે અંબા માં નો લહેરી
સુખ-સંપતી થાશે, હર કૈલાશે જાશે, માં અંબા દુઃખ હરશે,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
એ બે એક સ્વરૂપ, અંતર નવ ધરશો મૈયા અંતર....
ભોળા ભવાની ને ભજતા, ભોળા અંબા માં ને ભજતા, ભવસાગર તરશો,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
ભાવ ન જાણુ, ભક્તિ ન જાણુ, નવ જાણુ સેવા,
વલ્લભ ભટ્ટ ને આપી, એવી અમને આપો તમ ચરણોની સેવા,
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે
માં નો મંડપ લાલ-ગુલાલ, શોભા અતિ સારી મૈયા શોભા...
અબીલ ઉડે આનંદે, ગુલાલ ઉડે આનંદે, જય બહુચર બાળી,
મૈયા જય પાવાવાળી
ઓમ જય ઓમ જય ઓમ માં જગદંબે