અતિ રે આનંદ ભર્યા...(ધોળ)#સત્સંગ#શ્રીનાથજી#પુષ્ટિમાર્ગ#વૈષ્ણવવાણી
kamlaben vaishnav
0:00 / 0:00
અતિ રે આનંદ ભર્યા...(ધોળ)#સત્સંગ#શ્રીનાથજી#પુષ્ટિમાર્ગ#વૈષ્ણવવાણી
1 643 просмотра · 3 дн. назад
kamlaben vaishnav
353 подписчика
1 643 просмотра · 3 дн. назад
અતી રે આનંદ ભર્યા
અતી રે આનંદ ભર્યા આવો મારે અંગે,
શ્યામ સુંદીર વર શોભો છો સંગે,
મુખડુ જોયા વિના પાણીડા ન પીવું રે,
રસીક સુંદીર વર જોઈ જોઈ જીવું,
રસીક સુંદીર વર શી રઢ લાગી,
જન્મો જનમની મારી ભાવઠ ભાંગી,
મુજને ન વારો મારી રે માડી,
દરશન કરવા હું જઈશ દાડી દાડી,
કહેશે તેને અમે કહેવારે દઈશું,
આપણે સરવે સાંભળી લઈશું,
સગપણ તો શામળિયાનું સાચું,
બાકી સરવે દીસે છે કાચું,
અતી રે આનંદ ભર્યા નંદ ઘેર જઈશું,
દરશન કરીને સુખીયા રે થઈશું,
નંદના કુંવર તમે કરોના બડાહ,
મોટા થયા છો મારૂ માખણ ખાધ,
નંદના કુંવર તમે બહુ રંગ રસિયા
અમારે કારણ વાલો વ્રજમાં વસીયા,
ઘણા રે દિવસના વાયદા રે વળીયા,
વલ્લભ પ્રભુ શ્રી ગોવર્ધન મળિયા,
અતી રે આનંદભર્યા આવો મારે અંગે,
શ્યામ સુંદીર વર શોભો છો સંગે..