ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની વ્યારા ખાતે’આપ’ના પ્રદેશ નેતાઓની પત્રકાર પરિષદયોજાઈ
tapi_bandhu
0:00 / 0:00
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની વ્યારા ખાતે’આપ’ના પ્રદેશ નેતાઓની પત્રકાર પરિષદયોજાઈ
30 просмотров · 14 ч назад
tapi_bandhu
39 подписчиков
30 просмотров · 14 ч назад
પ્રેસનોટ: 5110
આમ આદમી પાર્ટી
તારીખ: 26/10/2026
ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આમ આદમી પાર્ટીની ’આદિવાસી ન્યાય યાત્રા' નો ત્રીજો દિવસ : વ્યારા ખાતે ’આપ’ ના પ્રદેશ નેતાઓની પત્રકાર પરિષદ યોજાઈ
ચૈતર વસાવાની ધરપકડ સામે આદિવાસી સમાજમાં રોષ; પત્ની શકુંતલાબેન અને વર્ષાબેનના નેતૃત્વમાં ન્યાય યાત્રા આગળ વધી રહી છે
જળ, જંગલ અને જમીનના હકો માટે લડતા આદિવાસી નેતાઓને હેરાન કરવામાં આવે છે: રાજુભાઈ વલવાઈ
સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને આદિવાસીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે: રાજુભાઈ વલવાઈ AAP
ચોથી તારીખે ગાંધીનગરની અંદર એક મોટી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, આદિવાસી યુવાનો તથા આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં હાજર રહેવા અપીલ: રાજુભાઈ વલવાઈ AAP
ભારતીય જનતા પાર્ટીનો એક પણ ધારાસભ્ય આદિવાસીઓ માટે બોલવા માટે તૈયાર નથી: રાજુભાઈ વલવાઈ
આદિવાસી યુવાનો ભાજપની સરકાર સામે માથું ઊંચકતા થયા, પોતાના હક - અધિકાર માંગતા થયા, એ જોઈ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને તેમણે ચૈતરભાઈને ષડયંત્ર રચી જેલમાં પૂર્યા : રાજુભાઈ વલવાઈ
ખેડૂતો જ્યારે જમીન પર ખેડાણ કરતા હતા, ખેતી કરતા હતા એમને જમીન પરથી ખદેડવામાં આવ્યા: રાજુભાઈ વલવાઈ
બુટલેગરો, ખનીજ માફિયાઓ, ગંભીર ગુના કરનાર, હત્યા કરનાર, લૂંટ કરનાર લોકો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને જેણે પ્રજાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવ્યો એ ચૈતરભાઈ અત્યારે જેલમાં છે: રાજુભાઈ વલવાઈ
આ લડાઈ કોઈ એક વ્યક્તિની નહીં, પણ સમગ્ર આદિવાસી સમાજના હક અને અધિકારની છે: વર્ષાબેન વસાવા, ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની
અંબાજીમાં યાત્રાની પૂર્ણાહુતિ બાદ ગાંધીનગરમાં યોજાશે વિશાળ મહાસભા, મોટી સંખ્યામાં હાજર રહેવા વર્ષાબેન વસાવાની અપીલ
70 વર્ષથી ભાજપની સરકાર હોવા છતાં આપણા વિસ્તારમાં હજુ સુધી આદિવાસી સમાજનો વિકાસ થયો નથી: શકુન્તલાબેન વસાવા, ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની
આદિવાસી સમાજે પોતાની જમીન ખાલી કરીને આપી છે, છતાંય આરોગ્યથી લઈને શિક્ષણ સુધી ક્યાંય વિકાસ નથી: શકુન્તલાબેન વસાવા
*
આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના લોકપ્રિય ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં યોજાયેલી ‘આદિવાસી ન્યાય યાત્રા’ના ત્રીજા દિવસે વ્યારા ખાતે પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈ, ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની શકુન્તલાબેન વસાવા અને વર્ષાબેન વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવા, પ્રદેશ સંગઠન મંત્રી કમલેશ પટેલ, પ્રદેશ સંગઠન મંત્રી બાબુભાઈ ડામોર, છોટા ઉદેપુર જિલ્લા પ્રમુખ રાધિકા રાઠવા, તાપી જિલ્લા પ્રમુખ કિરણભાઈએ પત્રકાર પરિષદ યોજી હતી. માધ્યમોને સંબોધતા પ્રદેશ ઉપપ્રમુખ રાજુભાઈ વલવાઈએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ગુજરાતમાં આદિવાસી સમાજનું જે શોષણ થઈ રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અત્યાચાર થઈ રહ્યો છે, સરકારી મશીનરીઓનો દુરુપયોગ કરીને આદિવાસીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે. જે કોઈ વ્યક્તિ આદિવાસીના મુદ્દા ઉઠાવતો હોય, આદિવાસી માટે લડતો હોય, જળ, જંગલ, જમીનના પ્રશ્નો માટે લડતો હોય, બોગસ સર્ટિફિકેટ માટે લડતો હોય તો એને એનકેન પ્રકારે હેરાન પરેશાન કરી, સરકારી મશીનરીનો દુરુપયોગ કરી અને એને જેલમાં નાખવાની પણ કોશિશ કરવામાં આવતી હોય છે. એ જ રીતે એક આદિવાસી ધારાસભ્ય જે છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી સમાજના અનેક પ્રશ્નો ઉઠાવતા રહ્યા છે, નાનામાં નાના પ્રશ્નથી લઈને મોટામાં મોટા પ્રશ્ન સુધી, રોડથી માંડીને વિધાનસભા સુધી એમનો અવાજ ગુંજતો રહ્યો છે, એકમાત્ર આદિવાસી નેતા એવા છે કે જે આદિવાસીઓ માટે હર હંમેશા કંઇ ને કંઇ બોલતા રહે છે, એમના માટે લડતા રહે છે એવા ચૈતરભાઈ વસાવા છે તેમને જેલમાં પુરી દેવામાં આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીનો એક પણ ધારાસભ્ય આદિવાસી માટે બોલવા માટે તૈયાર નથી, ત્યારે આ ચૈતરભાઈ વસાવાની લોકપ્રિયતા આદિવાસી સમાજની અંદર, આદિવાસી યુવાનોની અંદર દિવસે ને દિવસે ખૂબ જ વધતી ગઈ. આદિવાસી યુવાનો જાગૃત થતા ગયા. આદિવાસી યુવાનો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર સામે માથું ઊંચકતા થયા, પોતાના હક અધિકાર માંગતા થયા અને આ જોઈ ભારતીય જનતા પાર્ટીની સરકારના પેટમાં તેલ રેડાયું અને ચૈતરભાઈને એક ષડયંત્રમાં ફસાવીને જેલમાં પુરી દેવામાં આવ્યા. એક ખોટો કેસ કરવામાં આવ્યો.
’આપ' નેતા રાજુભાઈ વલવાઈએ આગળ જણાવ્યું કે, જંગલની જમીનનો અધિકારનો જે કાયદો છે એ કાયદા હેઠળ જેને સનદ મળેલી હતી એવા ખેડૂતો જ્યારે જમીન પર ખેડાણ કરતા હતા, ખેતી કરતા હતા એમને જમીન પરથી ખદેડવામાં આવ્યા, એમના પાકનો નાશ કરવામાં આવ્યો ત્યારે ત્યાંના સ્થાનિક ધારાસભ્ય તરીકે ચૈતરભાઈની ફરજ બનતી થઈ કે એ એમના ખેડૂતોના પડખે ઉભા રહે, એમને વળતર આપાવવા તેમની મદદ કરે અને એ કામ એમણે કર્યું. એ જ આ સરકારની આંખમાં ખૂંચ્યું. આવું ને આવું થશે તો હજારો એકર જમીન જે આ આદિવાસીઓની આપી દેવામાં આવેલી છે ઉદ્યોગપતિઓને કે બીજા બધા એજન્સીઓને એ જમીન માટે પણ આ આદિવાસી આવી રીતે લડતા થશે અને સરકારે વળતર ચૂકવવું પડશે, એમને જમીન આપવી પડશે ત્યારે એમને રોકવું જરૂરી લાગ્યું એટલે ચૈતરભાઈ વસાવાને આ કેસની અંદર ફસાવી અને જેલમાં પૂર્યા અને સાત વર્ષની સજા કરી. આ ગુજરાતની અંદર એક ધારાસભ્ય પર બળાત્કારનો કેસ પણ છે અને બુટલેગરો આજે પણ દારૂ વેચી રહ્યા છે, ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ખનીજ માફિયાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ગંભીર ગુના કરનાર, હત્યા કરનાર, લૂંટ કરનાર એ લોકો પણ અત્યારે ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને જેણે પ્રજાના પ્રશ્નો માટે વાત કરી એ ચૈતરભાઈ અત્યારે જેલમાં છે. તો આ જે અન્યાય થઈ રહ્યો છે તે અન્યાયની સામે આ ’આદિવાસી ન્યાય યાત્રા' ઉમરગામથી શરૂ કરવામાં આવી છે અને આ યાત્રાનું નેતૃત્વ ચૈતરભાઈનો પરિવાર, એમના પત્ની શકુંતલાબેન અને વર્ષાબેન કરી રહ્યા છે અને આ યાત્રાનો આજે ત્રીજો દિવસ છે.