Gujarat Weather BIG Update: Heavy Rain Forecast Across Saurashtra, Kutch & South Gujarat | TV9
TV9 Gujarati
0:00 / 0:00
Gujarat Weather BIG Update: Heavy Rain Forecast Across Saurashtra, Kutch & South Gujarat | TV9
108 453 просмотра · 20 часов назад
TV9 Gujarati
5 млн подписчиков
108 453 просмотра · 20 часов назад
Gujarat Weather BIG Update: Heavy Rain Forecast Across Saurashtra, Kutch & South Gujarat | TV9Gujarati
#GujaratRain #YellowAlert #IMD #AmbalalPatel #HeavyRain #Saurashtra #SouthGujarat #Kutch #JamnagarDams #TV9Gujarati
ગુજરાતમાં વરસાદની ભારે અછત વચ્ચે ખેડૂતો માટે હવે આવ્યા છે સૌથી મોટા રાહતના સમાચાર. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને 11થી 13 સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે.
હવામાન વિભાગે હાલ Yellow Alert જાહેર કર્યું છે અને કેટલાક વિસ્તારોમાં 3થી 4 ઇંચ સુધી વરસાદ વરસી શકે છે. 12 અને 13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે. નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 13 સપ્ટેમ્બરે ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદનું Yellow Alert આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં બની રહેલી સિસ્ટમની અસરથી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
આ તરફ આગાહીકાર અંબાલાલ પટેલે પણ ખેડૂતો માટે રાહતના સંકેત આપ્યા છે. તેમના અનુમાન પ્રમાણે 12થી 17 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટાં પડી શકે છે અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ બની શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
સપ્ટેમ્બરના અંતમાં પણ વરસાદને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે. 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન હવાના હળવા દબાણની શક્યતા અને 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે.
બીજી તરફ સૌરાષ્ટ્રમાં છેલ્લા 36 દિવસથી સારો વરસાદ ન પડતાં પાણીની સ્થિતિ ચિંતાજનક બની છે. જામનગર જિલ્લાના 25 ડેમમાં માત્ર 10 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાના કારણે પાણીની અછતનો પ્રશ્ન ગંભીર બની રહ્યો છે.
પીવાના પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી 6 મુખ્ય ડેમમાં આપવાની માગ કરવામાં આવી છે. ઊંડ-1, સસોઈ અને રણજિતસાગર સહિતના ડેમોમાં નર્મદાનું પાણી પહોંચાડવાની માગ છે.
હાલ કેનાલ મારફતે ખેડૂતોને ઉપલબ્ધ પાણી સિંચાઈ માટે આપવામાં આવી રહ્યું છે અને પીવાના પાણીનો પુરતો જથ્થો જળવાઈ રહે તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
હવે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં જો આગાહી પ્રમાણે સારો વરસાદ થાય તો ખાલી થઈ રહેલા જળાશયોમાં ફરી પાણીની આવક થઈ શકે છે. સિંચાઈ અને પીવાના પાણીની અછત પણ હળવી થવાની આશા છે.
ખેડૂતોના પાકને પણ વરસાદથી નવજીવન મળી શકે છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ખરેખર ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે કે નહીં?
જુઓ સમગ્ર વરસાદી આગાહી અને ગુજરાતના પાણી સંકટની Ground Report માત્ર TV9 Gujarati પર.
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Breaking News : https://bit.ly/4pxkEq7
Shorts : https://bit.ly/4qKR4hS
Gujarat News : https://shorturl.at/lrDQ7
News FataFat : https://bit.ly/4qH5sYm
Buy-Sell Signal : https://bit.ly/45ve1xa
Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB
Weather : https://bit.ly/4sJgUEO
Dhartiputra : https://urlzs.com/RrCRH
======
Social Media A/Cs
Youtube Channel - / tv9gujaratinews
FB - / tv9gujarati
Instagram : https://bit.ly/2uYyP2b
Twitter - / tv9gujarati
Website - https://www.tv9gujarati.com
Android App - http://tiny.cc/lcom7y
IOS App - http://tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com