રામ ને મળી રાજગાદી | નવું લખેલ રામ કિર્તન ભજન | Ram Ne Madi Rajgadi | Ram Bhajan | ગુજરાતી ભજન
MK Kirtan Mala
0:00 / 0:00
રામ ને મળી રાજગાદી | નવું લખેલ રામ કિર્તન ભજન | Ram Ne Madi Rajgadi | Ram Bhajan | ગુજરાતી ભજન
5 663 просмотра · 22 ч назад
MK Kirtan Mala
14,3 тыс. подписчиков
5 663 просмотра · 22 ч назад
રામ ને મળી રાજગાદી | નવું લખેલ રામ કિર્તન ભજન | Ram Ne Madi Rajagadi | Ram Bhajan | ગુજરાતી ભજન
Full Song also Available for Downloading & Streaming online:-
♫ INSTA :
♫ SPOTIFY :
♫ GANNA :
♫ JIOSAAVN :
♫ YOUTUBE MUSIC :
♫ AMAZON MUSIC :
♫ APPLE MUSIC :
રામ ને મળી રાજગાદી
Ram Ne Mali Rajgadi
Ram Bhajan
Ram Kirtan
Gujarati Bhajan
Gujarati Kirtan
New Ram Bhajan 2026
Ram Ji Bhajan
Shri Ram Bhajan
Ram Mandir Bhajan
Sitaram Bhajan
Ram કથા
ગુજરાતી કિર્તન
ગુજરાતી ભજન
રામ ભજન
નવા કિર્તનો
રામ કિર્તન
ભક્તિ ગીત
રામ ગીત
લખેલુ ગીત :-
રામ ની નગરી માં આવી દિવાળી
રામ ને મળી રાજ ગાદી રે
આવી આવી દિવાળી
પુષ્પક ઉતર્યા સરયુ કિનારે
નગર જનો ની ભીડ ભારી રે
આવી આવી દિવાળી
નંદી ગ્રામ માં ભરત જી બેઠા
રામ ની વાટુ નિહાળી રે
આવી આવી દિવાળી
પહેલા તે રામજી નંદી ગ્રામ ચાલ્યા
ગયા ભરત ને ભેટી રે
આવી આવી દિવાળી
માતા કૈકઈ તો મુખ ના બતાવે
આંખે છે આસુંડા ની ધારું રે
આવી આવી દિવાળી
કૈકઈ માતા ને રામ પહેલા જ મળિયા
લાગ્યા છે ચરણો માં પાય રે
આવી આવી દિવાળી
માતા કૌશલ્યા નો હરખ ના માયે
રામ ના મુખડા નિહારી રે
આવી આવી દિવાળી
સુમિત્રા માતા હરખ ઘેલા
રામ લક્ષમણ વધાવે રે
આવી આવી દિવાળી
ચારો ભાઈ એક બીજા ને ભેટ્યા
આંખે હરખ ની હેલી રે
આવી આવી દિવાળી
ઉર્મિલા ઉંબરે વાટુ રે જોવે
લક્ષમણ ની પતિવ્રતા નારી રે
આવી આવી દિવાળી
આસોપાલવ ના તોરણ બંધાવ્યા
ફૂલડાં પથરાવ્યા વારી વારી રે
આવી આવી દિવાળી
ટોડલે ટોડલે મોરલીયા બોલે
કોયલડી કરે ટહુકારા રે
આવી આવી દિવાળી
આંગણીયે રૂડી પુરી રંગોળી
અવસર ની શોભા વધારી રે
આવી આવી દિવાળી
અયોધ્યા સોળે શણગાર સજેલી
જાણે દુલહન છે નવેલી રે
આવી આવી દિવાળી
સોળે શણગારે સીતા જી સજ્યા
માંગ ભરી છે સિન્દોરી રે
આવી આવી દિવાળી
હનુમાન જી પૂછવા લાગ્યા માતાજી
સિંદૂર ની સુ છે કહાની રે
આવી આવી દિવાળી
સ્વામી ને દીર્ધાયુ આપે માતાજી
એટલે સિંદૂર અમે ભરિયા રે
આવી આવી દિવાળી
ત્યાં તો હનુમાન જી અંગે રે ચોડ્યા
સિંદૂર આખા થી સજ્યા રે
આવી આવી દિવાળી
હસતા મુખે કહે સુણો માતાજી
તમારા ને મારાં એક સ્વામી રે
આવી આવી દિવાળી
ઋષિ મુનિયો આવી ને બેઠા
બ્રાહ્મણો યે પૂજા માંડી રે
આવી આવી દિવાળી
રામજી ના સિરે મુગુટ પહેરાવ્યો
સોંપી અયોધ્યા ની ગાદી રે
આવી આવી દિવાળી
રામ જી અયોધ્યા ના રાજા રે બન્યા
પ્રજા ને સુખ ઘણા દીધા રે
આવી આવી દિવાળી
અન્નકૂટ ભરાયા સો સો મીઠાયું
છત્રીસ બત્રીસ પકવાન રે
આવી આવી દિવાળી
ઋષિ મુનિયો યે આશિષ દીધા
અમર રહે રામ રજવાડા રે
આવી આવી દિવાળી
સુગરીવ જામ્બુવત અંગદ હનુમાના
રામ ને ભરત જેવા વાલા રે
આવી આવી દિવાળી
વિભિસણ ને વાલે સરિખા રે સમજ્યા
માન્યા છે ભાઈ સમા ભાઈ રે
આવી આવી દિવાળી
આખી અયોધ્યા માં આનંદ છવાયો
આવ્યા છે રામ ના રાજ રે
આવી આવી દિવાળી
કાજલ નરેશ પુરે વિધ વિધ રંગોળી
મૈથીલ કરે ફુલઝરી રે
આવી આવી દિવાળી
પ્રયાગ અગસ્ત્ય તોરણ સજાવે
ક્રિશા કરે દીપમાલા રે
આવી આવી દિવાળી
Pulisher : MK Kirtan Mala
Producer :- Naresh Kapdi
Singer :- Manjulika Kapdi
Lyrics :-Kajal Kapdi
Music :- Kajal Kapdi
Song :- Ram Ne Madi Rajagadi
Recording :- Tulsi Recording Studio - Naresh Kapdi
coras :-vasudev kapdi, kajal kapdi Dhun Mandal
🙏 જય શ્રી રામ 🚩 જય સીતારામ 🙏
પ્રભુ શ્રી રામના ભક્તો માટે સુંદર અને ભાવભર્યું નવું ગુજરાતી કિર્તન ભજન – રામ ને મળી રાજગાદી.
ભગવાન શ્રી રામના જીવન અને તેમના રાજતિલકની પાવન ભાવનાને સમર્પિત આ સુંદર કિર્તન સાંભળીને ભક્તિભાવમાં લીન થઈ જાઓ.
#RamBhajan #RamKirtan #GujaratiBhajan #RamNeMaliRajgadi #ShreeRam #Sitaram #NewBhajan2026 #GujaratiKirtan #RamBhakti #ભજન #કિર્તન #જયશ્રીરામ