Перейти к содержимому

કાં રાત | Kaan Raat

Ruchit Ghodasara

0:00 / 0:00

કાં રાત | Kaan Raat

3 просмотра · 2 дн. назад
Ruchit Ghodasara
24 подписчика
3 просмотра · 2 дн. назад
Text: 19 March 2025: Recitation video: Gemini Notebook. કાં રાત રાત તું કેવી? એકદમ મારા જેવી. પહેલી તે આંખો જ્યારે મેં ઉઘાડી, ઘણી ઝાંખી ઝાંઝવાંમાં પલકાતી વણ વાતે છલકાતી, હું, હું ક્યાં રહ્યી? જગત આખાનું અજવાળું સમાયુ તેટલું દોડી આવીને ભરાઈ ગયું મારામાં, બે ત્રણ ક્ષણ ચક્ષ શું જે પટપટી એટલામાં. ત્યારે જ તો મને પોતાની માનનારા અટપટી રીતે હસી રહ્યાં હતાને. એકદમ તેમ જયારે તું -- રાત, વહેલી સવાર સાથે આવી'તી ને, સૂરજ ઉગવાની રાજીમાં હુંય, આ પંખીઓ પુષ્પો સઘળા તારા પ્રિયજનો હસી રહ્યાં હતાં. આપણે બેય એક જેવી જ ને જન્મતાવેંત બેય ખોવાયા પોતાથી. પછી તો ઘણે વખત બસ એમ જ રહ્યું કે આ પ્રકાશો, આ અવાજો, આ સુવાસો જ હું છું. ગમતા રંગો રોશનીઓ મીઠા સંગીતો શબ્દો મધુ સુગંધો ફોરમો સઘળું બધું નિખિલ મહીં મહેક્યું તે છે ને હું છું. બરાબર તેવું જ તનેય થયું ને કે સાતેય રંગોને એક જ શ્વેતરસમાં વિશદ ગાળીને અંબર દિપાવતો સઘળું ઉજાળતો, પર્ણ વૃક્ષ મહીં રુચિર ફળ રોપાવતો શુષ્કશીત નિષ્પ્રાણ ભૂમિ પર ઉષ્મ જીવન પવન વિસ્તારતો સુરજ છે ને તું છે, કાં રાત? કશીયેય સરખી ખબર ના રહી આપણને આપણે આપણામાં મુગ્ધ લીન. મારી આંખો જાગી જાગીને વિશ્વ રંગે થાકી થાકીને કણેક બીડાણી ત્યારે, છેક ત્યારે પહેલી વાર મેં જોયું સાવ અજાણ્યું વિશ્વ, અંધારું. અંધારાના અનોખા રંગો, ના કશોય આડંબર કે દમામ, આછાથી આછા રંગો બહારી જગતના પાંપણોની જવનિકા પાછળ બહુએ કર્યે છોડી આવી ત્યારે દેખાયા. જેમ દિવસભરની ઓજસ સમય સાથે નિતરી નિતરીને આકાશને એના મુળ અંધારે સુકવતી ચાલી ત્યારે, છેક સાંજે, રાત તારા અજાણ્યાં વિશ્વને કણેક જોયું. હા, ત્યારે જ તો મારા વધ્યાં સધ્યાં પ્રિયજનો રડતાં હતાં ને? ને હુંય, વણ સુતેલા પક્ષીઓ વણ બિડાયેલા પુષ્પો વધ્યાં ઘટયાં સઘળાં રડતાં હતાં, એ સાંજે. પછી તો ધીમે ધીમે ખબર સરખી ના રહી કે આંખો મીંચાતી ગઈને રાત ધેરાતી ગઈ. બધુયેય ઓસરી ગયું, મારું અજવાળું, મારું નામ, મારા માંથી. શ્યામ કણ કણ બની તરી રહ્યી હું હવે ઠંડા પવનની સંગાથે, જેમ તારા આકાશે. કોઈ તારક જેમ નભગંગામાં ઝબકે હુંય કશેક ગંગામાં ઝબકું, સર્વસ્વ સ્વ માંની વિખર્યા જેમ એમ હુંય વિખરી સર્વે. કાં રાત, આપણે બેય એક જ ને, મળ્યાં પછી કેવા એકબીજા જેવા, સાવ સરખાં થઈ ગયા. ફરી રે સૂરજ જાગશે હું આંખો ખોલીશ ખોવાવા માટે, આપણે ફરી ખોવાશું ને ફરી મળશું કાં રાત? English Translation (Gemini) Isn't it so, Night? Night, what are you like? Exactly like me. When I first opened my eyes, Quite dim, blinking amidst mirages, overflowing without reason, Where did the 'I' within me remain? The light of the entire world, as much as it could hold, came rushing in and filled me, In just the two or three moments it took for my eyes to blink. That is precisely when those who called me their own were smiling in a bewildered way, weren't they? Exactly like that, when you—Night—arrived with the early morning, didn't you? Rejoicing in the sunrise, I too, along with these birds, flowers, and all your loved ones, were smiling. We both are exactly alike, aren't we? The very moment we were born, we both lost ourselves. After that, for a long time, it just felt as though these lights, these sounds, these fragrances were me. Beloved colors, illuminations, sweet music, words, sweet scents, and fragrances—everything that blossomed in the universe exists, and I am that. Exactly the same thing happened to you too, right? Perfectly melting all seven colors into a single white essence, illuminating the sky, brightening everything, Planting beautiful fruits among the leaves and trees, spreading the warm winds of life across the dry, cold, lifeless earth—the sun exists, and you are that, isn't it so, Night? We had no real awareness of anything; we were simply enchanted and absorbed in ourselves. When my eyes, staying awake and exhausted by the colors of the world, closed for a mere fraction of a moment, Right then, for the very first time, I saw a completely unknown world: darkness. The unique colors of the dark, with absolutely no pretense or grandeur, The faintest of faint colors from the outside world only became visible when I left them far behind the curtain of my eyelashes. Just as the day’s radiance, gradually filtering away with time, went on drying the sky back to its original darkness, Right at the edge of evening, Night, I glimpsed your unknown world for a moment. Yes, that is exactly when my remaining loved ones were crying, weren't they? And I too; the unsleeping birds, the unclosed flowers, everything that remained was crying, that evening. After that, slowly, I lost all awareness as my eyes kept closing and the night grew heavier. Everything receded: my light, my name, from within me. Becoming dark particles, I was floating now with the cold wind, just like in your sky. Like a star twinkling in the Milky Way, I too twinkle in some river Ganges, Like one's entire self shattering and scattering, I too scattered into everything. Isn't it so, Night, that we are both one and the same? After meeting, how much we became like each other, absolutely identical. Once again the sun will wake, I will open my eyes only to get lost, We will get lost again and meet again, won't we, Night? #poem #night