Перейти к содержимому

કૃષ્ણ ભગવાન ની શિખામણ - ઉષ્માબેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

Nimavat Vasantben

0:00 / 0:00

કૃષ્ણ ભગવાન ની શિખામણ - ઉષ્માબેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)

354 821 просмотр · 3 года назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
354 821 просмотр · 3 года назад
જાય સુભદ્રા સાસરિયે ને કાનો શિખામણ આપે જો જાવ બેની સાસરે શિખામણ સાચી આપું જો... વેલા પરોઢિયે ઉઠજો ને ખમકારો નો કરીએ જો હે ખમકારો કરીએ તો બેની ધરતી ને દુઃખ થાય જો... હરીએ ફરીએ ચતુરાઈ કરીએ રાંધતા નો થાકીયે જો હે રાંધતા થાકો તો બેની અન્ન ને દુઃખ થાય જો... સાસુ સસરા જમાડીને પછી આપણે જમીએ જો હે પેલા રે જમીએ તો બેની ઘરમાં જગડા થાય જો... સસરા જેઠ બેઠા હોય તો આડા નો ઉતરીએ જો હે આડા રે ઉતરીએ બેની વીરા ને ઠપકો આપે જો... દેર સાથે હરીયે ફરીએ હાથતાળી નો દઈએ જો હે હાથતાળી દઈએ તો બેની જગમાં વાતું થાય જો... દેરાણી જેઠાણી ને હેત નો હોય તો મન ની વાત નો કરીએ જો હે મન ની વાત કરીયે તો બેની કુવે વાતું થાય જો... ભાંડ ભવાયા ડિંગલ વાજા જોવા નહિ જઈએ જો હે જોવા રે જઈએ તો બેની પિયર હલકું થાય જો... ખુલ્લે મોઢે ખુલ્લે અંબોડે ફળિયા માં નો જઈએ જો હે ફળિયા માં જઈએ તો બેની પાડોશણ વાતું કરતી જો... આગળ ચાલે નાની નણંદી પાછળ પગલાં ભરીએ જો હે આગળ રે ચાલીએ તો બેની જાણ્યા અજાણ્યા થઈએ જો... ગામમાં સાસરિયું ગામમાં પિયરિયું વગર તેડ્યા નો જઈએ જો હે વગર તેડયા જઈએ તો બેની હાથે હળવા થઈએ જો... જાય સુભદ્રા સાસરિયે ને કાનો શિખામણ આપે જો... જાવ બેની સાસરે શિખામણ સાચી આપું જો.... #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ