Перейти к содержимому

સ્પ્રિંગવાળો વજનકાંટો આપનું weight (વજન) માપે છે? હા પણ ના | Bathroom Scale | #Nagendravijay #safari

Nagendra Vijay | SAFARI

0:00 / 0:00

સ્પ્રિંગવાળો વજનકાંટો આપનું weight (વજન) માપે છે? હા પણ ના | Bathroom Scale | #Nagendravijay #safari

13 414 просмотров · 4 нед. назад
Nagendra Vijay | SAFARI
22,7 тыс. подписчиков
13 414 просмотров · 4 нед. назад
સ્પ્રિંગ વાળો વજનકાંટો ખરેખર વજન માપે છે? 😱 | Science Behind Bathroom Scale | Gujarati Science સ્પ્રિંગ વાળો વજનકાંટો આપનું વજન માપે છે ? હા (પણ ના) YouTube : / @thenagendravijay Podcast જોવા માટેની લિંક:    • Podcast કાશ્મીરનું અગ્નિસ્નાન: થ્રિલરકથા જ...   પુસ્તક ખરીદવા માટેની લિંક: https://www.harshalpublications.in/ 'કાશ્મીરનું અગ્નિસ્નાન' પુસ્તક ખરીદવા માટેની લિંક: https://www.harshalpublications.in/sh... વિજ્ઞાન આપણા રોજબરોજના જીવનમાં ગુપચુપ કેટલીક એવી ભૂમિકાઓ ભજવે છે કે જે તાજ્જુબીની હદે નાટ્યાત્મક હોવા છતાં આપણા ધ્યાનમાં આવતી નથી. વિજ્ઞાનના અમુક પાયાગત સિદ્ધાંતો ન જાણતા હો એવા સંજોગોમાં અમુક તો માનવામાં આવે નહિ. એક દાખલો અંગ્રેજીમાં bathroom scale કહેવાતા સ્પ્રિંગવાળા વજનકાંટાનો છે. આ સાધન આપણું શારીરિક વજન માપતું હોવાનું સૌ જાણે છે, પણ વાસ્તવમાં તે વજનનું માપન કરે છે ખરું ? જવાબ હા છે, પરંતુ 24 કેરેટના સાયન્સ મુજબ વળી ના છે. સ્પ્રિંગવાળો વજનકાંટો શું આપનું વજન માપે છે ? એ પ્રશ્નનો જવાબ હવે સ્પષ્ટ છે. આ સાધન આપના વજનને નહિ, બલકે પોતે લગાવેલા ફોર્સને માપે છે અને તે ફોર્સને વજન તરીકે દેખાડે છે. આ હકીકત ઠોસ વૈજ્ઞાનિક હોવા છતાં બુદ્ધિગમ્ય ન જણાતી હોય તો તેને પણ આંટી જતી બીજી અજીબોગરીબ વાત એ કે સવારે મોર્નિંગ વૉકના નામે ચાલતી વખતે દરેક ડગલે પગ વડે જમીન અનાયાસે દબાણ આપો ત્યારે જમીન આપના પગને વળતું એટલું જ દબાણ એટલે કે ફોર્સ આપે છે. એ જ રીતે બે હાથે દીવાલને ધક્કો આપો ત્યારે દીવાલ સામો એટલો જ ધક્કો આપે છે. લાગે છે માનવા જેવું ? બેશક ન લાગે, છતાં માનવું જ રહ્યું. વિજ્ઞાન આપણી કોમન સેન્સની સાડી બાર રાખતું નથી. ભવિષ્યમાં આવા બીજા વિડિઓમાં પણ કોમન સેન્સને પડકારતી વૈજ્ઞાનિક અચરજોની વાત કરીશું. ધન્યવાદ... આપણે રોજ વજનકાંટા પર ઊભા રહીએ છીએ, પરંતુ તેની પાછળનું વિજ્ઞાન કદાચ વિચાર્યું નહીં હોય! 🔬 ગુરુત્વાકર્ષણ, Mass, Force, Spring અને Newtonના Action–Reaction સિદ્ધાંત વચ્ચેનો સંબંધ આ વીડિયોમાં સરળ રીતે સમજીએ. ⚖️🌍 વિજ્ઞાનની આવી જ આશ્ચર્યજનક વાતો માટે વિડિયો જુઓ અને શેર કરો. 🚀 આપણે bathroom scale પર ઊભા થઈએ એટલે આપણને લાગે છે કે વજનકાંટો આપણું વજન માપે છે. પરંતુ તેની પાછળનું વિજ્ઞાન થોડું વધુ રસપ્રદ છે. આ વીડિયોમાં આપણે સમજશું: 🔹 ગુરુત્વાકર્ષણ આપણને કેવી રીતે પૃથ્વી તરફ ખેંચે છે 🔹 Falling objectમાં gravitational acceleration કેવી રીતે કામ કરે છે 🔹 Mass અને Force વચ્ચેનો સંબંધ 🔹 Bathroom scaleની અંદરનું spring mechanism 🔹 વ્યક્તિ scale પર ઊભી થાય ત્યારે કયું force ઉત્પન્ન થાય છે 🔹 Newtonનો Third Law — Action & Reaction 🔹 Scale forceને weight તરીકે કેવી રીતે દર્શાવે છે 🔹 Kilogram અને Pound વચ્ચેનું રૂપાંતરણ સામાન્ય લાગતી વસ્તુ પાછળ છુપાયેલું વિજ્ઞાન કેટલું રસપ્રદ હોઈ શકે છે, તે આ વીડિયોમાં સમજીએ. 🔬⚖️🌍 વિજ્ઞાન આપણી Common Senseને પડકારતું રહે છે! spring scale, bathroom scale, weight scale, how weighing scale works, science behind weighing scale, mass and force, mass gravity force, gravitational acceleration, Newton third law, action reaction law, spring mechanism, weight measurement, kg to pound, kilograms to pounds, physics Gujarati, science Gujarati, Gujarati science, science facts Gujarati, physics explained Gujarati, Newton Gujarati, gravity Gujarati, educational Gujarati video, science shorts Gujarati #GujaratiScience #ScienceGujarati #PhysicsGujarati #Newton #Gravity #Mass #Force #SpringScale #BathroomScale #Physics #ScienceFacts #ScienceExplained #NewtonThirdLaw #GravitationalAcceleration #EducationalVideo #Gujarati #ScienceVideo