Перейти к содержимому

હળવદના ચિત્રોડી ગામે એન્ટી નાર્કોટિક્સ વિંગનો દરોડો : એરંડાના પાક વચ્ચે ગાંજાનું વાવેતર ઝડપાયું

Halvad Breaking

0:00 / 0:00

હળવદના ચિત્રોડી ગામે એન્ટી નાર્કોટિક્સ વિંગનો દરોડો : એરંડાના પાક વચ્ચે ગાંજાનું વાવેતર ઝડપાયું

19 433 просмотра · 1 дн. назад
Halvad Breaking
122 тыс. подписчиков
19 433 просмотра · 1 дн. назад
અંદાજે 300 જેટલા છોડ હોવાનું પ્રાથમિક તારણ, હાલ કાર્યવાહી ચાલુ મોરબી : હળવદ તાલુકાના ચિત્રોડી ગામના પાદરમાં આવેલ ખેતરમાં અન્ય સામાન્ય પાકની આડમાં છૂપી રીતે ગાંજાનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હોય એન્ટી નાર્કોટિક્સ વિંગે દરોડો પાડીને નશીલા છોડના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. હાલ ટીમ દ્વારા અહીં કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, હળવદ તાલુકાના ચિત્રોડી ગામના પાદરમાં આવેલી એક વાડીમાં એન્ટી નાર્કોટિક્સ વિંગ (મોરબી)ની ટીમ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી છે. આ વાડીમાં એરંડાના પાક વચ્ચે સંતાડીને અંદાજે ૩૦૦ જેટલા ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ખેડૂત દ્વારા પોલીસને થાપ આપવા માટે એરંડાની આડમાં આ નશીલા છોડ ઉછેરવામાં આવતા હતા. હાલમાં સ્થળ પર પોલીસની સઘન કાર્યવાહી ચાલુ છે અને પુરાવાઓ એકત્ર કરવાની કામગીરી ચાલી રહી છે. વધુ વિગત મેળવાઈ રહી છે.