હાલ માડી હાલ તારા કામ પડ્યા રે - દક્ષા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે) નવરાત્રી-૨૦૨૨
Nimavat Vasantben
0:00 / 0:00
હાલ માડી હાલ તારા કામ પડ્યા રે - દક્ષા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે) નવરાત્રી-૨૦૨૨
95 961 просмотр · 4 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
95 961 просмотр · 4 года назад
હાલ માડી હાલ તારા કામ પડ્યા રે
ભક્ત મંડળ ના તારા તેડાં આવ્યા રે
જા બાળુડા જા બાળુડા હમણાં આવું રે
વાંઝિયા ને ઓરડે થાતી આવુ રે(૨)
વાંઝિયા ને પુત્ર દેતી આવું રે...હાલ માડી હાલ તારા કામ પડ્યા રે....
જા બાળુડા જા બાળુડા હમણાં આવું રે
આંધળા ને ઓરડે થાતી આવું રે(૨)
આંધળા ને આંખ્યું દેતી આવું રે....હાલ માડી હાલ તારા કામ પડ્યા રે....
જા બાળુડા જા બાળુડા હમણાં આવું રે
કોઢિયા ને ઓરડે થાતી આવું રે (૨)
કોઢિયા ને કાયા દેતી આવું રે...હાલ માડી હાલ તારા કામ પડ્યા રે....
જા બાળુડા જા બાળુડા હમણાં આવું રે
પાંગળા ને ઓરડે થાતી આવું રે (૨)
પાંગળા ને પગ હું દેતી આવું રે...હાલ માડી હાલ તારા કામ પડ્યા રે....
જા બાળુડા જા બાળુડા હમણાં આવું રે
નિર્ધન ને ઓરડે થાતી આવું રે (૨)
નિર્ધન ને ધન હું તો દેતી આવું રે...હાલ માડી હાલ તારા કામ પડ્યા રે....