🙏જોયો જોયો રણછોડ રાય લટકાળો 🙏 ભજન નીચે લખેલું છે 👇
Mukteshwar Mahadev Mahila Mandal
0:00 / 0:00
🙏જોયો જોયો રણછોડ રાય લટકાળો 🙏 ભજન નીચે લખેલું છે 👇
93 764 просмотра · 1 год назад
Mukteshwar Mahadev Mahila Mandal
11,5 тыс. подписчиков
93 764 просмотра · 1 год назад
જોયો જોયો રણછોડરાય લટકાળો..
મને વાલો રણછોડરાય લટકાળો...
લટકાળા રે..એ તારી મોરલીએ મન મોયાં ..
લટકાળો રણછોડરાય લટકાળો
તારે માથે મુગટ કાને કુંડળ ધર્યા
તારી વૈજયંતિ માળા એ મનડા હરિયા..
શામળિયા રે...તારી લટકાળી છે ચાલ .. કે હોવે હોવે.
લટકાળી છે ચાલ.. રણછોડ રાય લટકાળો.
તું તો મધ રાતે બંસરી બજાવે છે.
ભર નિદ્રાથી ગોપીઓ જગાડે છે..
ગોવાળાં રે ..તે તો કામણ બવ બવ કીધા.. કે હોવે હોવે.
કામણ બવ બવ કીધા રણછોડરાય લટકાળો... લટકાળો રણછોડરાય...
હું તો ગોકુળ વૃંદાવન ફરી વળી.
તારી મથુરા ને દ્વારિકા માં ભૂલી પડી..
છોગાળા રે.... તું તો મળિયો ડાકોર ધામે. કે હોવે હોવે
તું તો મળિયો ડાકોર ધામે.. લટકાળો રણછોડરાય...
તારા ડાકોર માં રોજ દિવાળી છે...
આજે પરોઢ આનંદ ની હેલી છે..
એ મોરલીયા રે.. તાર ભક્તો ને દર્શન દેજે.. કે હોવે હોવે..
તારા ભક્તો ને દર્શન દેજે.. રણછોડ રાય લટકાળો..
જોયો જોયો રણછોડરાય લટકાળો...
સાંભળો આ સુંદર ભજન અને ભાવવિભોર થાઓ !
અમારી આ ભક્તિમય ચેનલ ગમે તો like share subscribe જરૂરથી કરજો
Har har Mahadev
Jay mukteshwar Mahadev