હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો | Krishna Hindola Bhajan 2026 | ખૂબ જ મધુર કૃષ્ણ ભજન
Bhavnabenbhajan official
0:00 / 0:00
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો | Krishna Hindola Bhajan 2026 | ખૂબ જ મધુર કૃષ્ણ ભજન
1 233 просмотра · 1 месяц назад
Bhavnabenbhajan official
1,07 тыс. подписчиков
1 233 просмотра · 1 месяц назад
પ્રસ્તુત છે અત્યંત મધુર અને ભાવભર્યું ગુજરાતી કૃષ્ણ ભજન "હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો".
જનમાષ્ટમી, હિંડોળા ઉત્સવ, સત્સંગ, ભજન સંધ્યા અને દૈનિક ભક્તિ માટે આ ભજન ખૂબ જ સુંદર છે.
🙏🙏કૃષ્ણ ભજન🙏🙏
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો,
કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો..
આકાશે બાંધ્યો ને પાતાળે અટક્યો,
વચમાં વાલો મારો લેર કરે,
હરી તારા નામનો હિંડોળો બાંધ્યો..
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો,
કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો..
સોનાની સાંકળે ને રૂપાના કડે,
હિરલા ની દોરીએ હીંચકો હાલે..
હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો..
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો,
કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો..
શાકથી શણગાર્યો પાંદડે પરોવીયો,
દાડમ દ્રાક્ષ થી એને જુલતો રાખ્યો,
હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો..
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો,
કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો..
ગુલાબે ગોઠવીયો અને મોગરે મઢાવીયો,
ફુલડે ફુલડે ફોરમ ભરે,
હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો..
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો,
કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો..
કાજુ એ કંડાર્યો ને બદામે બિરદાવ્યો,
આલુ અખરોટે એને અલબેલો રાખ્યો,
હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો..
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો,
કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો..
સંતો ને ગમ્યો ને ભક્તો સૌ નમ્યા,
વૈષ્ણવ જનો એ તેને રુદીએ રાખ્યો,
હરિ તારા નામનો હિંડોળો બાંધ્યો..
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો,
કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો..
બ્રહ્માએ બનાવ્યો ને વિષ્ણુએ વખાણ્યો,
સદા શિવ સદાય ને ઝૂલતો રાખ્યો,
હરી તારા નામનો હિંડોળો બાંધ્યો..
હિંડોળો બાંધ્યો રે મેં તો હિંડોળો બાંધ્યો,
કૃષ્ણ તારા નામનો હિંડોળો બાંધ્યો..
જો ભજન ગમ્યું હોય તો:
👍 વિડિયોને Like કરો
💬 Comment માં લખો: "જય શ્રીકૃષ્ણ"
📤 તમારા મિત્રો અને પરિવાર સાથે Share કરો
🔔 આવા વધુ ભજનો માટે અમારી ચેનલને Subscribe કરો.
#bhavnabenbhajan#GujaratiBhajan #KrishnaBhajan #HindolaBhajan #Janmashtami #JayShreeKrishna #BhaktiSong #GujaratiDevotional #KrishnaSong #HindolaUtsav #Bhajan2026 #DevotionalSongs #KrishnaStatus #gujaratikirtan2024