Hare avu dam dam damaru vage mahadevji..હારે એવું ડમડમ ડમરૂ વાગે મહાદેવજી.(ધોળ નીચે લખેલ છે)શ્રીનાથ.
Harsha Vekariya RADHE-RADHE
0:00 / 0:00
Hare avu dam dam damaru vage mahadevji..હારે એવું ડમડમ ડમરૂ વાગે મહાદેવજી.(ધોળ નીચે લખેલ છે)શ્રીનાથ.
72 074 просмотра · 5 лет назад
Harsha Vekariya RADHE-RADHE
7,35 тыс. подписчиков
72 074 просмотра · 5 лет назад
#Gujaratibhajan
#krishnkirtan
#Shrinathjibhajan
#Thakorjinalagangit
#Hindola
#Gujaratidhol
#Pushtikirtan
🙏Subscribe to my channel like share for my avanva bhajan dhol kirtan hindola and wedding song suggestions....🙏
🙏મારા અવનવા ભજન ધોળ કિર્તન હિંડોળા અને લગ્ન ગીત સાંભળવા માટે મારી ચેનલને લાઈક શેયર ને સબસ્ક્રાઈબ કરો.... 🙏
હારે એવું ડમડમ ડમરૂ વાગે મહાદેવજી
આવ્યા જશોદાના આંગણ
હારે એવાં દર્શન કરવા ને કાજે મહાદેવજી આવ્યા જશોદાના..
હારે શીવે અંગે ભભૂતિ લગાડી
હારે શીવ શીર પર ગંગા ધારી
હારે શીવ પહેરી છે સર્પો ની માળા મહાદેવજી આવ્યા જશોદાના
હારે શીવ લાંબી જટાયુ વાળા
હારે એની સાથે વસે ભુત કાળા
હારે શીવ પહેરી છે મુંડ માળા મહાદેવજી આવ્યા જશોદાના..
હારે નંદરાણી દેખાડ તારો લાલો
હારે મને લાગે અતીશય વાલો
હારે દર્શન કરવા ની ઘણી હામ મહાદેવજી આવ્યા જશોદાના..
હારે માતા થાળ ભરીને ફળ લાવ્યા
હારે ભોળા શંભુ ને દેવા લાગ્યા
હારે માતા આવી તે શીખ ન આપો મહાદેવજી આવ્યા જશોદાના
હારે નહિ દેખાડું બાવાજી મારો લાલો
હારે રૂપ દેખીને બીવે મારો માવો
હારે કોઈ બાવાને બારણે કાઢો મહાદેવજી આવ્યા જશોદાના.
હારે કાન કુંવર બોવ વાલો
હારે માતા નથી હું અઘોરી બાવો
હારે મારે દર્શન નો લેવો લ્હાવો મહાદેવજી આવ્યા જશોદાના.
હારે કાન કુંવર ને તેડી લાવ્યા
હારે ભોળા શંભુ એ ફૂલડે વધારે
હારે ત્યાં હરીને હર બેઉ ભેટયા મહાદેવજી આવ્યા જશોદાના