Перейти к содержимому

Sandhya Aarti Darshan Salangpur Date 11 06 2025

Salangpur Hanumanji - Official

0:00 / 0:00

Sandhya Aarti Darshan Salangpur Date 11 06 2025

10 150 просмотров · 1 год назад
Salangpur Hanumanji - Official
650 тыс. подписчиков
10 150 просмотров · 1 год назад
Shodashopchar Puja પૂનમ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 11-06-2025ને બુધવારના રોજ સાળંગપુરમાં દાદાને વિશેષ ગુલાબના મિક્સ ફુલોનો શણગાર એવં ડ્રેગનફ્રુટનો અન્નકૂટ ધરાવાયો હતો.આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફુલની ડીઝાઈનવાળા વાઘા પહેરાવ્યા છે. દાદાને ડાયમંડ જડીત મયૂરાકારનો ચાંદીનો મુગટ ધરાવવામાં આવ્યો છે અને આ સાથે સિંહાસને મિક્સ ફુલોનો દિવ્ય શણગાર ધરાવાયો હતો. સાંજે 05:00 કલાકે શ્રી કષ્ટભંજનદેવ દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું.દાદાને દિવ્ય શણગાર સાથોસાથ ફળ,પુષ્પ, ડ્રાયફ્રુટ વિગેરે ધરવવામાં આવેલ, પુષ્પવર્ષા કરવામાં આવેલ, દાદાની દિવ્ય સંધ્યા આરતી 7:00 કલાકે પૂજારી સ્વામી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. તેમજ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ પૂજન-આરતીના દિવ્ય દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. મહત્વનું છે કે શ્રી સાળંગપુર ધામમાં શ્રી કષ્ટભંજન દેવને પૂર્ણિમાના પવિત્ર દિવસે દિવ્ય અને ભવ્ય રીતે પૂર્ણિમા પૂજન (ષોડશોપચાર) કેવળ ને કેવળ શ્રી હનુમાનજી મહારાજની પ્રસન્નતા માટે આશીર્વાદ માટે કરવામાં આવે છે. ષોડશોપચાર પદ્ધતિ પ્રમાણે પૂજા 16 ચરણોમાં કરવામાં આવે છે. ⁠ભોજન, અર્ઘ્ય, આમચન, સ્નાન, વસ્ત્રો, આંતરવસ્ત્રો (યજ્ઞોપવીત અથવા પવિત્ર દોરો), આભૂષણો, સુગંધ, ફૂલ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબુલ, સ્તુતિ, તર્પણ અને નમસ્કાર કરી શ્રી હનુમાનજી મહારાજની દિવ્ય આરતી કરી દાદાને પ્રસન્ન કરવામાં આવે છે. આ પૂજન અંદાજે ૧ કલાક સુધી ચાલે છે. આ ષોડશોપચાર પૂજન શ્રી સાળંગપુર ધામમાં દર પૂર્ણિમાના દિવસે સાંજે ૫ થી ૭ વાગ્યા સુધી કરવામાં આવે છે. પૂજનના અંત ભાગમાં દાદા ની ભવ્ય રીતે સમૂહ સંધ્યા આરતી કરવામાં આવે છે. Hello Devotees Jai Shri swaminarayan Shri kashtbhanjandev hanumanji Maharaj Salangpur dham. http://salangpurhanumanji.org શ્રી કષ્ટભંજનદેવના લાઈવ તથા ફોટો દર્શન કરવા માટે આજે જ એપ્સ ડાઉનલોડ કરો. https://play.google.com/store/apps/de... #salamgpurdham #kingofsalangpur #decoration #salamgpurdham #kingofsalangpur #hariprakashswami #hanuman #vadtal #darshan #Ram #shriram #share #swaminarayan #Botad #gujarat #barwala 🚩 જય શ્રી કષ્ટભંજન દેવ 🚩 🚩 જય શ્રી રામ🚩