ગણેશ જન્મ કીર્તન - વસંત બેન - ઉષ્મા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)
Nimavat Vasantben
0:00 / 0:00
ગણેશ જન્મ કીર્તન - વસંત બેન - ઉષ્મા બેન ( કીર્તન લખેલું નીચે આપેલ છે)
198 569 просмотров · 4 года назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
198 569 просмотров · 4 года назад
રાગ - ઘુઘરિયાળો બેની નો માંડવો રે..
તારો નેડો મને લાગ્યો રે જંગલ ના જોગી
તે મને માયા લગાડી રે જંગલ ના જોગી
સેજ પલંગ માં મહાદેવજી સૂતા
પાર્વતી વાયરો ઢોળે રે જંગલ ના જોગી
વાયરો ઢોળતા વીંઝણો રે લાગ્યો
મહાદેવજી રીસાણા રે જંગલ ના જોગી
મહાદેવજી કહે સાંભળો પાર્વતી
મારે જાવું વનવાસ માં રે જંગલ ના જોગી
પાર્વતી કહે સાંભળો મહાદેવજી
મારો જનમારો કેમ જાશે રે જંગલ ના જોગી
મહદેવજી કહે સાંભળો પાર્વતી
મંત્ર નો પુત્ર બનાવજો રે જંગલ ના જોગી
લાલ લંગોટી ને ભગવી રે ટોપી
ભગવો વેશ ધરાવ્યો રે જંગલ ના જોગી
ત્યાં થી મહાદેવ જી ચાલી રે નીકળ્યા
આવ્યા અઘોર વન માં રે જંગલ ના જોગી
અઘોર વન તો પાછળ મેલ્યા
આવ્યા પપૈયા વન માં રે જંગલ ના જોગી
ચંદન ની કાઠી રે વઢાવી
ધૂણી ધખાવીને બેઠા રે જંગલ ના જોગી
બાર બાર વરસો ની તપસ્યા કીધી
જટા પાતાળ માં પેઠી રે જંગલ ના જોગી
પલાઠી એ તો ડાભ રે ઊગ્યા
સુગરી એ માળો બાંધ્યો રે જંગલ ના જોગી
હરતાં ફરતાં નારદજી આવ્યા
ઘરે થયો ભંજવાડો રે જંગલ ના જોગી
બાર બાર વરસો ની તપસ્યાઓ છોડી
આવ્યા પોતાને ઘેર રે જંગલ ના જોગી
આવતા સાધુડા એટલે રે રેજો
નાવા બેઠા છે મોરી માતા રે જંગલ ના જોગી
કોણ તારી માતા ને કોણ તારા પિતા
કોણે મેલ્યો રખેવાળ રે જંગલ ના જોગી
માતા પાર્વતી ને પિતા ન જાણીએ
મને મેલ્યો રખેવાળ રે જંગલ ના જોગી
જોળી માંથી ત્રિશુલ કાઢ્યું
છેદયા બાળુડા ના શીશ રે જંગલ ના જોગી
પાર્વતી કહે સાંભળો મહાદેવજી
ગણેશ ક્યાં મૂકી આવ્યા રે જંગલ ના જોગી
મહાદેવજી કહે સાંભળો પાર્વતી
ગણેશ ક્યાં થી લાવ્યા રે જંગલ ના જોગી
પાર્વતી કહે સાંભળો મહાદેવજી
મંત્ર નો પુત્ર બનાવ્યો રે જંગલ ના જોગી
ગુણવંતા હાથી નું મસ્તક લાવ્યા
ગણેશ સજીવન કર્યા રે જંગલ ના જોગી
તારો નેડો મને લાગ્યો રે...
તે મને માયા લગાડી રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ