લખેલું છે આ ભજન સાંભળીને હૈયું ભીંજાય જાય
Krishna Mandal kahoda
0:00 / 0:00
લખેલું છે આ ભજન સાંભળીને હૈયું ભીંજાય જાય
6 804 просмотра · 1 дн. назад
Krishna Mandal kahoda
32,5 тыс. подписчиков
6 804 просмотра · 1 дн. назад
દ્વારિકાના નાથ મારા રે રંગીલા રાજા
મીઠી મીઠી મોરલીવાળા રે ઓ કાનજી કાળા
તારા પંથે પગલા ભરું દુનિયામાં નો કોઈથી ડરુ
ફિકર વિના ફેરા ફરું રે રંગીલા રાજા
જોવા વાળા જોતા રહે બળવા વાળા બળ્યા કરે
નુગરા ભલે નિંદા કરે રે રંગીલા રાજા
હરી રસનો પ્યાલો પીધો ભેખ તારો પેરી લીધો
મળી ગયો મને મારગ સીધો રે રંગીલા રાજા
ભરવાડ નો ભાણેજ વાલો આહિરો નો આશરો
ભક્તો ના ભગવાન બેલી રે રંગીલા રાજા
જન્મો જનમ ના તો તારો ઝાલી લેજે હાથ મારો
શામળિયા સરકાર મારા રે રંગીલા રાજા
હરિચરણે ચિત ધરું ભજન તારું રોજ કરું
સતસંગથી ભવ પાર ઉતારો રે રંગીલા રાજા
ભાવથી ભજન કરુ દર્શનિયા તારા કરું
ચરણો માં સ્વીકારી લેજો રે રંગીલા રાજા