લખેલું છે આ ભજન સાંભળીને હૈયું નાચી ઉઠશે
Krishna Mandal kahoda
0:00 / 0:00
લખેલું છે આ ભજન સાંભળીને હૈયું નાચી ઉઠશે
8 974 просмотра · 6 дней назад
Krishna Mandal kahoda
32,5 тыс. подписчиков
8 974 просмотра · 6 дней назад
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
કોઈ તો બતાવો રે જશોદાના લાલને
હમણાં જોયો તો મેં તો જશોદાની ગોદમાં
ખોળા ખુંદતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો નંદજીના ફળીએ
લાડ લડાવતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો બળભદ્રની સાથમાં
ગેડી દડે રમતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો સુભદ્રાની સંગમાં
રાખડી બંધાવતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો કાલંદરીને કાંઠડે
કાળી નાગ નાથતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો જમનાને કાંઠડે
ગાયો ચરાવતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો વનરાવનની કુંજમાં
રાસ રમાડતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો ગોપીઓના ઘરમાં
મટકા ફોડતા રે રાધે રાધે શામળા
માખણ ખાતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો રાધાજીની સંગમાં
ઝૂલે ઝૂલતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલને રે કાનાને મળવા
હમણાં જોયો તો મેં તો સત્સંગ મંડળમાં
દર્શન દેતા રે રાધે રાધે શામળા
હાલ ગોપી હાલ ને રે કાનાને મળવા
કોઈ તો બતાવો રે જશોદાના લાલને