(લખેલુછે)બાળલીલા થાશે રે કૃષ્ણ લીલા થાશે રે આજે ગોકુળમાં 26 August 2026
રાધે ધૂન મંડળ
0:00 / 0:00
(લખેલુછે)બાળલીલા થાશે રે કૃષ્ણ લીલા થાશે રે આજે ગોકુળમાં 26 August 2026
1 751 просмотр · 9 дней назад
રાધે ધૂન મંડળ
6,23 тыс. подписчиков
1 751 просмотр · 9 дней назад
બાળલીલા થાશે રે કૃષ્ણ લીલા થાશે રે આજ રે ગોકુળમાં
ચાલો જોવા જઈએ રે જમનાજીમાં નાય રે આજ રે ગોકુળમાં
નંદજી ને ઘેર આજે આનંદ ઉભરાય છે
દ્વારે દ્વારે તોરણ બંધાય છે
સાથીયા પુરાવો રે રંગોળી ચિત્રાવો રે આજ રે ગોકુળમાં
નંદજી ને ઘેર આજે પારણા બંધાય છે
સુવાળા રેશમની દોરીઓ બંધાય છે
આજે લાલો આવ્યો રે પારણીયામા પોઢિયો રે આજ રે ગોકુળમાં
નંદજી ને ઘેર આજે ગોપ ગોપીઓ આવ્યા
નાચ તને કુદતા ગોવાળિયા આવ્યા
હેતે દોરી હાકે રે લાલાને જુલાવે રે આજ રે ગોકુળમાં
હિંચકો નાખતા હૈયું હરખાય છે
મુખડું જોઈ માવો મીઠું મલકાય છે
પંજરી વેચાશે રે સાંકળ થાળી થાશે રે આજ રે ગોકુળમાં
સોળે શણગાર સજી ગોપીઓ રે આવ્યું
મધરાતે માવો મીઠી મોરલી વગાડે
રાસ્તો રમાડે રે ગોપી ઘેલી થાશે રે આજ રે ગોકુળમાં
નંદજી ને ઘેર આજે ઋષિઓ પધાર્યા
કૈલાસ માથી શિવજી આવ્યા
ડમ ડમ ડમરુ વાગે રે કાના સામું નાચે રે આજ રે ગોકુળમાં
આકાશમાંથી ફૂલડાં વર્ષે છે
અબીલ ગુલાલને કંકુ ઉડે છે
નંદ ઉત્સવ થાસે રે આનંદ ઉત્સવ થાશે રે આજ રે ગોકુળમાં
ગોકુળ ની ગલી આજે દહીં દૂધ રે લાય છે
મેવા મેસુબને મિસરી ધરાય છે
માવો માખણ ખાઈ રે બીજાને ખવડાવે રે આજ રે ગોકુળમાં
ઢોલ મૃદગને ખંજરીના તાલ છે
જશોદાના ઘેરે સ્વામી નટવર ગોપાલ છે
દર્શન અમને થાશે રે ભાન ભૂલી જાશે રે આજ રે ગોકુળમાં
કૃષ્ણ લીલા થાશે રે બાળલીલા થાશે રે આજ રે ગોકુળમાં