કીર્તન નીચે લખેલ છે 👇દ્વારિકા નો વાસી કનૈયો મારું નામ 🌹 ડાકોર નો ઠાકોર મને જાણે આખું ગામ
Nayna Dobariya
0:00 / 0:00
કીર્તન નીચે લખેલ છે 👇દ્વારિકા નો વાસી કનૈયો મારું નામ 🌹 ડાકોર નો ઠાકોર મને જાણે આખું ગામ
12 108 просмотров · 7 дней назад
Nayna Dobariya
4,44 тыс. подписчиков
12 108 просмотров · 7 дней назад
✨ જો કીર્તન ગમ્યું હોય તો:
👍 Like કરો
💬 Comment માં "જય શ્રી કૃષ્ણ" જરૂર લખો
🔔 Channel ને subscribe કરો
📤 તમારા પરિવાર અને મિત્રો સાથે share કરો
કીર્તન નીચે લખેલું છે
દ્વારિકા નો વાસી કનૈયો મારુ નામ ડાકોર નો હું ઠાકોર મને જાણે આખું ગામ
રણછોડડીને આવ્યો નામ પડ્યું રણછોડરાય ડાકોરનો હું ઠાકર મને જાણે આખું ગામ
વાસુદેવ દેવકીની ગોદમાં હું જન્મ્યો
નંદ ને જશોદાની ગોદમાં હું ઉછર્યો
માખણ ચોરી ખાધા ગજાયુ ગોકુળ ગામ ડાકોરનો હું ઠાકોર મને જાણે આખું ગામ
વૃંદા તે વનમાં હું ધેનું ચરાવતો
મોરલી વગાડી સૌને રાસ રમાડતો
રાધિકાની સંગે મેં બાંધ્યા મારા પ્રાણ ડાકોરનો હું ઠાકોર મને જાણે આખું ગામ
બોડાણા ને ગંગાબાઇએ મુજને રિઝવ્યો
દ્વારિકા થી વેલે બેસી ડાકોરમાં હું આવ્યો
સખીઓના હૈયામાં મારો કાયમ નો મુકામ ડાકોરનો હું ઠાકોર મને જાણે આખું ગામ
દ્વારિકા નો વાસી કનૈયો મારુ નામ ડાકોર નો હું ઠાકોર મને જાણે આખું ગામ
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏રાધે રાધે 🙏🙏🙏 જય દ્વારકાધીશ🙏🙏🙏