પ્રાચીન ગરબો - ખોડીયાર માઁ નો ગરબો (લખેલું છે)| ચૈત્રી નવરાત્રિ | maa khodal no garbo |
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
0:00 / 0:00
પ્રાચીન ગરબો - ખોડીયાર માઁ નો ગરબો (લખેલું છે)| ચૈત્રી નવરાત્રિ | maa khodal no garbo |
16 793 просмотра · 1 год назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
115 тыс. подписчиков
16 793 просмотра · 1 год назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song.
Please Like, share and Subscribe to more updates
Geeta Saar Kirtan:
• ગીતાજી નો સાર
See other Krishna Kirtan Playlist :
• ક્રિષ્ના કીર્તન
See other Ramdevpir kirtan:
• રામાપીરના ભક્તિ ગીત
See other Guru Bhakti Kirtan:
• ગુરુ ભક્તિ
See Other Mahadev's Kirtan:
• શિવજીના કીર્તન
See Other Shree Ram's Kirtan:
• શ્રીરામ ના કીર્તન
ત્રિશુલ લઈને ફરે માં ખોડિયાર
ત્રિશુલ લઈને ફરે રે લોલ
નવઘણની રક્ષા કરે માં ખોડિયાર
જાહલના લગનિયા લેવાણાં માં ખોડિયાર
જાહલના લગનિયા લેવાણાં રે લોલ
જાહલના મંડપ રોપવે વીરો નવઘણ
જાહલના મંડપ રોપવે રે લોલ
જાહલની જાનુ તેડાવે વીરો નવઘણ
જાહલની જાનુ તેડાવે રે લોલ
જવતલ હોમમાં છે વીરો નવઘણ જાહલ બેનના
જવતલ હોમમાં છે વીરો નવઘણ રે લોલ
જે રે જોયે તે માંગો જાહલ બેન
જે રે જોયે તે તમે માંગો રે લોલ
અત્યારે કઈ નવ જોયે વીરા નવઘણ
અત્યારે કઈ નવ જોયે રે લોલ
સમય આવે માંગી લેશું વીરા નવઘણ
સમય આવે માંગી લેશું રે લોલ
દીધેલા બોલ નવ ભૂલતા વીરા નવઘણ
દીધેલા બોલ નવ ભૂલતા રે લોલ
જાહલની જાનુ વળાવે વીરો નવઘણ
જાહલની જાનુ વળાવે રે લોલ
સાસરિયે સુખ ઘણું હતું જાહલ બેનને
સાસરિયે સુખ ઘણું હતું રે લોલ
દેશમાં દુકાળ પડ્યો જાહલ બેનના
દેશમાં દુકાળ પડ્યો રે લોલ
જાહલે માલ ઢોર હાંક્યા રે સીંઘમાં
જાહલે માલ ઢોર હાંક્યા રે લોલ
સિંધમાં ઝૂંપડા વાર્યા જાહલ બેને
સીંઘમાં ઝૂંપડા વાર્યા રે લોલ
જાહલ પાણી ભરવા હાલ્યા રે સીંઘમાં
જાહલ પાણી ભરવા હાલ્યા રે લોલ
સૂમરો રૂપમાં મોહ્યો જાહલબેનના
રૂપ સૂમરો મોહ્યો રે લોલ
જાહલ ને જેલમાં પૂર્યા પાપી સુમરે
જાહલ ને જેલમાં પૂર્યા રે લોલ
જેલમાં ચીઠી લખે જાહલ બેન
જેલમાં ચીઠી લખે રે લોલ
દીધેલા બોલ નવ ભુલજે વીરા નવઘણ
દીધેલા બોલ યાદ કરજે રે લોલ
ચીઠી વાંચીને વેલો આવજે વીરા નવઘણ
ચીઠી વાંચીને વેલો આવજે રે લોલ
દેજો નવઘણ વીર ને હાથે માં ખોડિયાર
દેજો નવઘણ વીર ને હાથે રે લોલ
ચીઠી વાંચે વીરો નવઘણ જાહલ બેનની
ચીઠી વાંચે વીરો નવઘણ રે લોલ
લશ્કર સબધું કર્યું વીરા નવઘણે
લશ્કર સબધું કર્યું રે લોલ
લશ્કર ચાલતુ થયું વીરા નવઘણ
લશ્કર ચાલતુ થયું રે લોલ
આડા વરુડી માં ઉભા લશ્કરને
આડા વરુડી માં ઉભા રે લોલ
આજના શિરામણ અહીંયા કરો વીરા નવઘણ
આજના શિરામણ અહીંયા કરજો રે લોલ
કુરડી માં ખીર રાંધે વરુડી માં
કુરડી માં ખીર રાંધે રે લોલ
લશ્કર જમવા બેઠું નવઘણ વીરનું
લશ્કર જમવા બેઠું રે લોલ
જમીને ચાલતું થયું લશ્કર સૌ
જમીને ચાલીતું થયું રે લોલ
જાવું છે સામે કિનારે માઁ ખોડીયાર
જાવું છે સામે કિનારે રે લોલ
આડો તે સમદર મોટો ખોડીયાર માઁ
આડો તે સમદર મોટો રે લોલ
ચકલી બનીને ભાલે બેઠા વરુડી માઁ
ચકલી બનીને ભાલે બેઠા રે લોલ
આગળ પગલે રુમઝુમ ખોડીયાર માઁ
આગળ પગલે રુમઝુમ રે લોલ
પાછલા પગે ધૂળ ઉડે ખોડીયાર માઁ
પાછલા પગે ધૂળ ઉડે રે લોલ
સમદર માં કેડિયું પાળે વરુડી માઁ
સમદર માં કેડિયું પાળે રે લોલ
લશ્કરને પાર ઉતાર્યું માઁ ખોડીયાર
લશ્કર ને પાર ઉતાર્યું રે લોલ
સિંધમાં માં લશ્કર પહોંચ્યું નવઘણ વીરનું
સિંધમાં લશ્કર પહોંચ્યું રે લોલ
સિંધમાં સુમરા ને માર્યો વીરા નવઘણ
સિંધમાં માં સુમરા ને માર્યો રે લોલ
જાહલ ની જેલું તોડાવી વીરો નવઘણ
જાહલ ની જેલ છોડાવે રે લોલ
સિંધમાં સોનાની ઇટુ સુમરા ને
સિંધમાં સોનાની ઇટુ રે લોલ
એક એક ઇંટ લઇ હાલો સૈનિક સૌ
એક એક ઇંટ લઇ ને હાલો રે લોલ
વરુડી માઁ નું મંદીર બંધાવે વીરો નવઘણ
વરુડી માઁ નું મંદીર બંધાવે રે લોલ
એક જ ઇંટ નું અધૂરું માઁ ખોડીયાર
એક જ ઇંટ નું અધૂરું રે લોલ
મસ્તક ઉતારી મેલે વીરો નવઘણ
મસ્તક ઉતારી મેલે રે લોલ
ત્રિશૂળ લઈને ફરે માઁ ખોડીયાર
ત્રિશૂળ લઈને ફરે રે લોલ
આવીને બાવડું જાલે માઁ ખોડીયાર
આવીને બાવડું જાલે રે લોલ...
#viralsong #bholanath #ganpati #ram #sitaram #mahadev #shiva #somnath #mahakal #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama