કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી- ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
Nimavat Vasantben
0:00 / 0:00
કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી- ઉષ્માબેન (કીર્તન લખેલું નીચે આપ્યું છે)
55 809 просмотров · 3 г. назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
55 809 просмотров · 3 г. назад
રાગ- નાણાવટી રે સાજન બેઠું માંડવે...
કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી
ઇ રે ચૂંદડી ના લાખ ટકા મૂલ કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી...
એને ભક્તિ રૂપી રંગ ચડાવજો
એમાં સત્કર્મ ની પડાવજો ભાત કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી...
એમાં લક્ષ્ય રૂપી લેસ મુકાવજો
એમાં ચિત્ત ની ઘુઘરીયું ટંકાય કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી...
એને જ્ઞાન ગંગાજળ એ ધોયા કરો
એને નો ચડવા દયો માયા રૂપી મેલ કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી....
એને સત્સંગ રૂપી સાબુ લગાડજો
એને ધીરજ ના ધોકા મરાય કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી...
એને તમોગુણ તડકે ના સૂકવો
એને ના ચડાવો રજોગુણ ની રજ કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી....
કુડ કપટ થી કરચલી ના પાડજો
અંતર ના અજવાળે પાડજો ઘડ કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી...
એને કોઈ ને મોહ ના કાણા રે પડે નહિ
એને અજ્ઞાન અગન થી રાખો દૂર કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી...
કોઈ ત્રિકાળજ્ઞાની એ હોરી ચૂંદડી
જોને પૂરવ જનમ ની હશે પ્રીત કોઈ હોરો સત્સંગ રૂપી ચૂંદડી...
#vasantben_nimavat
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ