Перейти к содержимому

ખોડીયાર જયંતિ સ્પેશિયલ ખોડીયાર માં નું સુંદર કિર્તન || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા

0:00 / 0:00

ખોડીયાર જયંતિ સ્પેશિયલ ખોડીયાર માં નું સુંદર કિર્તન || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન

26 450 просмотров · 1 год назад
કષ્ટભંજન કિર્તન || નયના બેન લાડવા
125 тыс. подписчиков
26 450 просмотров · 1 год назад
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો _____________________ કિર્તન ________________ માડી તું તો ભક્તો નાં દુઃખ હરનારી માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તારી મુર્તિ છે મંગલકારી માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તું તો તાતણીયા ધરાવાળી માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તું તો ચારણ કુળ તારનારી માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તું તો ઉગમણા ઓરડા વાળી માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તને શોભે મગર ની સવારી માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તે તો સોળે સજ્યા શણગાર માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તે તો ટીલડી ચોડી કપાળે માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી નવ નોરતાં ની રાત રઢિયાળી માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તારે શિરે ગરબો ને લેતી તાળી માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તારા દરવાજે નોબત વાગે માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તારૂ દેરૂ ગગનમાં ગાજે માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તે તો સેવક ને સુખડા આપ્યા માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તે તો દૂખીયા નાં દુખડા કાપ્યા માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તે તો નવઘણ ને દુઃખ થી ઉગાર્યા માં ખોડીયાર ખમ્મા તને રે લ માડી તારો પ્રગટ પરચો ભાળયો માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તારા મંદિરીયે માનતાયુ આવે માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તને મીઠાઈ ને મેવા ધરાવે માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તારી ફરકે રાતી ધજાયુ માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તારા હોંશે ગાઈએ ગુણગાન માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તારા દર્શન થી પાવન થાઈએ માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તારા ચરણોમાં દેજો વાસ માં ખોડીયાર ખમ્મા તને રે લોલ માડી તું તો ભક્તો નાં દુઃખ હરનારી માં ખોડીયાર ખમ્મા તને રે લોલ