મીઠી મારી આંખડી ના તારા ગજાનન ગણપતિ દેવા (નીચે લખેલુ છે 👇) || GEETA DONDA ||
GEETA DONDA
0:00 / 0:00
મીઠી મારી આંખડી ના તારા ગજાનન ગણપતિ દેવા (નીચે લખેલુ છે 👇) || GEETA DONDA ||
233 просмотра · 8 дней назад
GEETA DONDA
468 подписчиков
233 просмотра · 8 дней назад
🌺 જય શ્રી ગણેશ 🙏
ગણપતિ બાપ્પાના પાવન ચરણોમાં સમર્પિત આ સુંદર કીર્તન “મીઠી મારી આંખડી ના તારા ગજાનન ગણપતિ દેવા” આપ સૌ ભક્તજનો માટે રજૂ કર્યું છે.
ગજાનન ગણપતિ બાપ્પા સૌના જીવનમાંથી વિઘ્નો દૂર કરે, સુખ-શાંતિ આપે અને સૌની મનોકામનાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના. 🙏🌺
🎵 કીર્તનના શબ્દો: 🎵
મીઠી મારી આંખડી ના તારા ગજાનન ગણપતિ દેવા.
દેવા ઓ દેવા તમે ગણપતિ દેવા.
લાગો છો સુંદર રૂપાળા ગજાનન ગણપતિ દેવા.
સર્વે કાર્યોમાં તમે પ્રથમ પૂજાવ છો.
દેવને મહેશ ગુણ તમારા ગાય છે.
વિઘ્નો અને દૂર કરનારા ગજાનન ગણપતિ દેવા... મીઠી
ઝીણી ઝીણી ઝીલ જેવી આંખો તમારી.
ઝીણવટથી ઝીણું જોનારા ગજાનન ગણપતિ દેવા.. મીઠી
સૂપડાની માફક કાનો તમારા.
નિંદા ના કાન વિંધનારા ગજાનન ગણપતિ દેવા.. મીઠી
નાના નાના હાથ તારા બાલુડા જેવા.
મોટા મોટા કામ કરનારા ગજાનન ગણપતિ દેવા.. મીઠી
ગાગર ની માફક પેટ તમારું.
સૌની વાતોને રાખનારા ગજાનન ગણપતિ દેવા.. મીઠી
સિંદૂર ચડાવું ને જનોઈ ના જોટા.
રિદ્ધિ સિદ્ધિ ને આપનારા ગજાનન ગણપતિ દેવા.. મીઠી
મનગમતા મોદક ના થાળ ધરાવું.
ભક્તોના મનહરનારા ગજાનન ગણપતિ દેવા..
મીઠી મારી આંખડી ના તારા ગજાનન ગણપતિ દેવા. 🙏🌺
❤️ કીર્તન ગમ્યું હોય તો Like, Share અને Subscribe કરવાનું ભૂલશો નહીં.
🔔 GEETA DONDA ચેનલને Subscribe કરીને આવા ભક્તિભર્યા કીર્તન સાથે જોડાયેલા રહો. 🙏
#GanpatiBappaMorya #GanpatiBhajan #GanpatiKirtan #gujarat #kirtan #satsang