Swaminarayan Chosathpadi Sant Lakshan by Nishkulanand Swami
Dhaval Sakaria
0:00 / 0:00
Swaminarayan Chosathpadi Sant Lakshan by Nishkulanand Swami
21 429 просмотров · 4 г. назад
Dhaval Sakaria
116 тыс. подписчиков
21 429 просмотров · 4 г. назад
પદ - ૧
એક વાત અનુપ અમોલ, કરું છું કહેવાતણું;
પણ મનભાઈ કહે છે મ બોલ, ઘોળ્યું ન કહેવું ઘણું... ૧
પણ વણકહ્યે જો વિગત, પડે કેમ પરને;
સંત અસંતમાં એક મત, નિશ્ચે રહે નરને... ૨
માટે કહ્યા વિના ન કળાય, સહુ તે સુણી લહીએ;
મોટા સંતનો કહ્યો મહિમાય, તે સંત કોને કહીએ... ૩
કે’ છે સંત સેવ્યે સરે કાજ, એમ છે આગમમાં;
સુણી નિષ્કુળાનંદ તે આજ, સહુ છે ઉદ્યમમાં... ૪
પદ - ૨
એવા સંત તણી ઓળખાણ, કહું સહુ સાંભળો;
પછી સોંપી તેને મન પ્રાણ, એ વાળે તેમ વળો... ૧
જેના અંતરમાં અવિનાશ, વાસ કરી વસિયા;
તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા... ૨
એવા શત્રુતણું ટળ્યું સાલ, લાલ જ્યાં આવી રહ્યા;
તેણે સંત થયા છે નિહાલ, પૂરણકામ થયા... ૩
એવા સંત જે હોય સંસાર, શોધીને સેવી લીજીએ;
કહે નિષ્કુળાનંદ નિરધાર, તે લાભ તો લીજીએ... ૪
પદ - ૩
સાચા સંત સેવ્યે સેવ્યા નાથ, સેવ્યા સુર સહુને;
સેવ્યો મુક્ત મુનિ ઋષિ સાથ, બીજા સેવ્યા બહુને... ૧
એવા સંત જમ્યે જમ્યા શ્યામ, જમ્યા સહુ દેવતા;
જમ્યા સર્વે લોક સરવે ધામ, સહુ થયા ત્રપતા... ૨
એવા સંતને પૂજીને પટ, પ્રીત્યેશું પહેરાવિયાં;
તેણે ઢાંક્યાં છે સહુના ઘટ, ભલાં મન ભાવિયાં... ૩
એવા સંત મળ્યે મળ્યા સ્વામી, ખામી કોયે ન રહી;
કહે નિષ્કુળાનંદ શીશ નામી, સાચી સહુને કહી... ૪
પદ - ૪
નક્કી વાત છે એ નિરધાર, જૂઠી જરાયે નથી;
સહુ અંતરે કરો વિચાર, ઘણું શું કહું કથી... ૧
એક જમતાં બોલિયો શંખ, અસંખ્યથી શું સર્યું;
એક જમીને બોલ્યો નિઃશંક, યમુના જાવા કર્યું... ૨
એમ એક પૂજ્યે પૂજ્યા સહુ, સેવ્યે સહુ સેવિયા;
માટે ઘણું ઘણું શું કહું, ભેદ ભક્તના કહ્યા... ૩
હવે એવા વિના જે અનેક, જગતમાં જે કહીએ;
કહે નિષ્કુળાનંદ વિવેક, સેવ્યે સુખ શું લહીએ... ૪
(અસંતનાં લક્ષણ)
પદ - ૫
જેના અંતરમાં કામ ક્રોધ, લોભની લાહ્ય બળે;
એવા બહુ કરતા હોય બોધ, તે સાંભળ્યે શું વળે... ૧
માન મમતા મત્સર મોહ, ઈરષા અતિ ઘણી;
એવો અધર્મ સર્ગ સમોહ, ધારી રહ્યા જે ધણી... ૨
તેને સેવતાં શું ફળ થાય, પૂજીને શું પામીએ;
જે જમાડીએ તે પણ જાય, ખાધું જે હરામીએ... ૩
એનાં દર્શન તે દુઃખદેણ, ન થાય તો ન કીજીએ;
સુણી નિષ્કુળાનંદનાં વેણ, સહુ માની લીજીએ... ૪
પદ - ૬
એવા વિકારી જનની વાત, દેનારી છે દુઃખની;
જેના અંતરમાં દી’ ને રાત, ઇચ્છા વિષય સુખની... ૧
એને અરથે કરે ઉપાય, શોધી સારા ગામને;
પોતે પોતાનું મા’તમ ગાય, ચા’યે દામ વામને... ૨
કરે કથા કીરતન કાવ્ય, અરથ એ સારવા;
ભલો દેખાડે ભક્તિભાવ, પર ઘર મારવા... ૩
એથી કેદી ન થાય કલ્યાણ, જિજ્ઞાસુને જાણવું;
કહે નિષ્કુળાનંદ નિરવાણ, પેખી પરમાણવું... ૪
પદ - ૭
દેહ પોષવા સારુ જે દંભ, કરે છે જે કુબુદ્ધિ;
ખોટા સુખ અરથે આરંભ, મૂકે નહિ મૂઆ સુધી... ૧
તેણે જનમ પશુને પાડ, ખોયો ખોટા કારણે;
મોક્ષ મારગે દીધાં કમાડ, કડી જડી બારણે... ૨
ફેરો ન ફાવ્યો થયો ફજીત, જીત ગઈ જળમાં;
મેલી મુક્ત મોટપ્યની રીત, ખ્યાતિ કરી ખળમાં... ૩
આપ ડહાપણે આખો દિવસ, દુઃખે ભર્યો દો’યલો;
કહે નિષ્કુળાનંદ અવસ, ખાટ્યો માલ ખોયલો... ૪
પદ - ૮
સંત અસંતની ઓળખાણ, પાડી છે પુરાણમાં;
સુણી સરવે જન સુજાણ, તણાશો મા તાણમાં... ૧
જડભરત જનક જયદેવ, એવું થાવું આપણે;
ત્યારે કરતાં અસંતની સેવ, વાત કહો કેમ બણે... ૨
અતિ આદર્યું કામ અતોલ, પરલોક પામવા;
ત્યારે ખરી કરી જોઈએ ખોળ, વિઘનને વામવા... ૩
વણ સમજે સાર અસાર, પાર કહો કોણ થયા;
કરી નિષ્કુળાનંદ વિચાર, સંત અસંત કહ્યા... ૪