Перейти к содержимому

કૈકેય વચન માગ્યા તમે આકરા રે | કૈકેય વચન તમારા બે માગજો રે | Ram Bhajan| Gujarati Kirtan | Hansaben

હંસાબેન પોરિયા

0:00 / 0:00

કૈકેય વચન માગ્યા તમે આકરા રે | કૈકેય વચન તમારા બે માગજો રે | Ram Bhajan| Gujarati Kirtan | Hansaben

4 695 просмотров · 1 день назад
હંસાબેન પોરિયા
40,5 тыс. подписчиков
4 695 просмотров · 1 день назад
kaikai vachan tamara be mangjo re, kaikai vachan magya tame aakra re, કૈકેય વચન માગ્યા તમે આકરા રે, કૈકેયી વચન તમારા બે માંગજો રે કૈકેય વચન માગ્યા તમે આકરા રે, મારા ભરતને ગાદીએ બેસાડજો રે… — શ્રીરામના વનવાસ અને રામાયણના ભાવુક પ્રસંગનું વર્ણન કરતું સુંદર ગુજરાતી ભજન. આ ભજનમાં માતા કૈકેયીનાં બે વચનોને કારણે શ્રીરામને વનવાસ મળવાની ઘટના, માતા કૌશલ્યાની વ્યથા, રાજા દશરથના પ્રાણત્યાગ અને ભાઈ ભરતના રામપ્રેમનું હૃદયસ્પર્શી વર્ણન કરવામાં આવ્યું છે. ભાઈ ભરત જ્યારે મોસાળથી અયોધ્યા આવે છે, ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં તેઓ દુઃખી થાય છે અને પોતાના પ્રિય ભાઈ શ્રીરામને મળવા વન તરફ જાય છે. આ પ્રસંગ આપણને ભાઈપ્રેમ, ત્યાગ, ક્ષમા અને ભગવાન શ્રીરામની મહિમાનો સંદેશ આપે છે. 🙏 🎶 ભજન ગમે તો Like 👍, Share અને Hansaben Poriya YouTube ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. 🔔 નવા ગુજરાતી રામ ભજન, રામાયણનાં ભજનો, કીર્તન અને ભક્તિ ગીતો માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ━━━━━━━━━━━━━━━━━━ 🎵 ભજનના શબ્દો ━━━━━━━━━━━━━━━━━━ કૈકેય વચન તમારા બે માગજો રે, મારા ભરતને ગાદીએ બેસાડજો રે… તારો રામ વનમાં જાય, કૈકેય વચન માગ્યા તમે આકરા રે… ક્યો તો અયોધ્યા આભેથી ઉતારીએ રે, મારા રામને ન દે વનવાસ… કૈકેય વચન માગ્યા તમે આકરા રે… કોઈ કૈકેયને સમજાવજો રે, મારે કાળજે મારે છે કટાર… કૈકેય વચન માગ્યા તમે આકરા રે… માતા કૌશલ્યા રુવે રંગ મહેલમાં રે, મારો રામ વનમાં જાય… કૈકેય વચન માગ્યા તમે આકરા રે… રાજા દશરથે પ્રાણ એના છોડ્યા રે, હે અયોધ્યામાં પડી રેહળતાલ… કૈકેય વચન માગ્યા તમે આકરા રે… સુમંત હાલ્યા ભરતને તેડવાને, સુમંત કરો અયોધ્યાની વાત… કૈકેય વચન માગ્યા તમે આકરા રે… ભાઈ ભરત મોસાળથી આવ્યા રે, એ હવે અયોધ્યામાં ન હૈ રેવાય… કૈકેય વચન માગ્યા તમે આકરા રે… હે કૈકેય કુળને કલંક લગાડ્યો એ રે, રાખ્યો ભાયુમાં રે ભેદ… કૈકેય વચન માગ્યા તમે આકરા રે… ભરત કહે છે, કૈકેય સાંભળો રે, તારું મુખળું ન રે જોવાય… કૈકેય વચન માગ્યા તમે આકરા રે… ભાઈ ભરત હાલ્યા વન મારગે રે, હે! મારા રામને મળવાની હામ… કૈકેય વચન માગ્યા તમે આકરા રે… ભરત કહે, રઘુવીર સાંભળો રે, માતા કૈકેયએ કર્યો કારોકેર રે… કૈકેય વચન માગ્યા તમે આકરા રે… પુરુષોત્તમના નાથ એમ બોલ્યા રે, માતા કૈકેયને મોક્ષ મળી જાય રે… ━━━━━━━━━━━━━━━━━━ 🙏 જય શ્રી રામ 🙏 🙏 જય સીતારામ 🙏 🙏 જય હનુમાન દાદા 🙏 #કૈકેયવચન #રામવનવાસ #રામભજન #શ્રીરામ #રામાયણ #ભરતરામભજન #કૌશલ્યામાતા #ગુજરાતીભજન #ગુજરાતીકીર્તન #RamBhajan #RamVanvas #RamayanBhajan #ShriRam #GujaratiBhajan #HansabenPoriya #hansaben #satsang #bhajan #kirtan #bhakti #devotional