•સતીએ ત્રાંબા પિતળના લીધા બેડલા રે પાણી હાલ્યા છે ગંગાજીને તીર •#હરિહરસંવાદ•સ્વામિનારાયણ કીર્તન
Hari Har Samvad
0:00 / 0:00
•સતીએ ત્રાંબા પિતળના લીધા બેડલા રે પાણી હાલ્યા છે ગંગાજીને તીર •#હરિહરસંવાદ•સ્વામિનારાયણ કીર્તન
4 293 просмотра · 4 мес. назад
Hari Har Samvad
57,5 тыс. подписчиков
4 293 просмотра · 4 мес. назад
કીર્તન
સતીએ ત્રાંબા પિતળના લીધા બેડલા રે
પાણી હાલ્યા છે ગંગાજીને તીર
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
પાણી જાતા ફુલમાળી સામો મળિયો રે
તારા બેડા ખંખેરી ને જોજે
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
સતીના બેડામાં કાળો નાગ નીકળો રે
નાગ ડસ્યો છે કુંવારીયાના અંગ
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
સતી ખોળામાં માથું લઈ રુદન કરે રે
રોહિત કુંવર તું એકવાર બોલ
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
સતીએ પેરેલા અડધા ચીર ફાડિયા રે
અડધા ઢાંક્યાં છે કુંવારીયાને અંગ
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
કુંવરનો પેલો વિસામો ઘરને ઉંબરે રે
કુંવારનો બીજો વિસામો ડેલી બાર
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
કુંવરનો ત્રીજો વિસામો ગાયને ગોંદરે રે
કુંવારનો ચોથો વિસામો સમશાન
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
સતીએ વનરાયમાંથી લાકડા છાણા વીણીયા રે
એની ખડકી એના કુંવારીયાની સેજ
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
સમશાન જાતાને ઢીમર આડો ફરિયો રે
ભૂમિ ભાડુ આપી ને દેજો દેન
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
સતી રોતા કાકડતા કરે વિનંતી રે
ભૂમિનું ભાડુ નથી મારી પાસ
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
સતીએ સેજ ખડકીને આંટા ફરિયા રે
જમણે અંગુઠે મેલી એને આગ
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
સોના સરીખી કુંવરિયાની સેજ બળે રે
રૂપલા સારીખી ઉડે એની રાખ
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
ત્યાંતો ઉત્તર દક્ષિણની વરસી વાદળી રે
વાદળી વરસી પડી છે સમશાન
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે
ઠારી ઠારી છે કુંવારીયાની સેજ
રજા હરિચંદ્ર વેચણા સત કારણે રે