કૃષ્ણ જન્મનું સંપૂર્ણ ભજન🌷દેવકી વાસુદેવ ને કષ્ટ પડ્યા 😥Janmashtami Krishna bhajan 👇
ભક્તિમાં લીલાલેર છે
0:00 / 0:00
કૃષ્ણ જન્મનું સંપૂર્ણ ભજન🌷દેવકી વાસુદેવ ને કષ્ટ પડ્યા 😥Janmashtami Krishna bhajan 👇
6 287 просмотров · 7 дней назад
ભક્તિમાં લીલાલેર છે
64 тыс. подписчиков
6 287 просмотров · 7 дней назад
કૃષ્ણ જન્મનું સંપૂર્ણ ભજન🌷દેવકી વાસુદેવ ને કષ્ટ પડ્યા 😥Janmashtami Krishna bhajan 👇
other channel link
/ @rajnivoicegujarati
નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
#વસુદેવદેવકીજીનેકષ્ટપડ્યારે
#ભક્તિમાંલીલાલેરછે
@ભક્તિમાંલીલાલેરછે
#bhajan #kirtan
#satsang
#gujaratibhajan
#krishnabhajan
વસુદેવ દેવકીજી ને કષ્ટ પડ્યા રે.
એવી જાણી પ્રભુ એ વાત મારા વાલા
માતા દેવકી ના પેટે અવતાર ધરિયો રે
મામા તે કંસના પ્રાણ હરુ મારા વાલા
વાત એવી વિચારી મહારાજે રે
કૃષ્ણ લીલા ની ઘણી હોંશ મારા વાલા
એવું વિચારી ઉદર માં વસ્યા રે
નવ માસ પૂરા થયા મારા વાલા
શ્રાવણ માસ અંધારી અષ્ટમી રે.
વાર બુધ ને નક્ષત્ર રોહિણી રે.
અડધી રાત્રે કાન જન્મ્યા મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
જેલમાં અજવાળા ઝબુક્યા રે.
દેવકીજી એ વસુદેવ ને એમ કહ્યું રે.
જાગી જુવો તો જીવન સફળ મારા વાલા
કૈંઈક આપેલા પૂર્વ ના દાન રે
આપોઆપ પધાર્યા ભગવાન મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
વસુદેવ ઊઠીને પોતે નીરખતાં રે.
હરિનું રૂપ જોઈને હરખતા રે.
તમે કૃપા કરી છે ભગવાન મારા વાલા
અમને હવે થાસે વિશ્રામ મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
વસુદેવ મુખેથી એમ બોલિયા રે.
લાવો કાન નુ જતન કરીએ રે.
કંસ ને થાસે જાણ મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
પ્રભુજી મુખે થી એમ બોલિયા રે.
મને મૂકી આવો ગોકુળ ધામ મારા વાલા
માતા જશોદાજી, નંદને દરબાર રે
મને મૂકી આવો રાતોરાત મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
વસુદેવ કાનાને તેડી સંચર્યા રે
સેવક સર્વેને સુવડાવિયા રે
એક એક જેલ દ્વાર ખુલ્યા મારા વાલા
ત્યાં તો લીધી ગોકુળિયા ની
વાટ મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
રાત અંધારી ને વરસે મેહુલો રે.
ચારે દિશાએ ઝબૂકે વીજળી રે
શેષનાગે કરી ઉપર છાંય મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
વસુદેવ જમનાજી માં ઉતર્યા રે.
નીર ઊંચા ચડે ને વસુદેવ બિયે રે.
ધાજો ધાજો વાસુદેવ એમ
બોલીયા મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
પ્રભુજી એ મન માં વિચાર્યું રે.
પોતે પોતાનું ચરણ વધાર્યું રે.
જમનાજી શાંત થયા મારા વાલા
જઈ પોચ્યાં નંદ ને દરબાર મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
જાગ્યા જશોદાજી પ્રેમે નીરખતાં રે.
હરિનું રૂપ જોઈ હૈયે હરખાતા રે.
તમે કૃપા કરી છે ભગવાન મારા વાલા
અમને હવે થાસે વિશ્રામ મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
પુત્ર ને મેલી, પુત્રી ને ઘરે લાવ્યા રે.
રાતોરાત મથુરા આવ્યા રે.
કંસ ક્રોધે ભરાય મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
બાઈ બાળક લાવો તો પછડીએ રે.
વીરા દીકરો નથી કે તને મારશે રે.
અમારા ઘડપણીયા કોણ
પાડે મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
એવું સુણી ને કંસ ને ચડ્યો કાળ.
ઝાડી ઝૂડી ને લીધી બાળ મારા વાલા
કંસ પુત્રી ને પછાડવા જાય રે
વીજ થઈને આકાશે
ઊડી જાય મારા વાલા
પુરણ પુરુષોત્તમ પધાર્યા મારા વાલા
મામા આવડા સવડા અનર્થ નવ કીજીયે રે.
અમને માર્યા થી તમ વેર નાઈ વળે રે.
તમને મારનારો ગોકુળ મારા વાલા
પુરણ પુરુષોત્તમ પ્રેમ થી પધર્યયા રે.
અમને માર્યા થી તમારા વેર નાઈ વડે રે.
તમને મારનારો ગોકુળમાં રે
માસી પૂતના નું કંઈ કરો
ઉપાય મારા વાલા
પુરણ પુરુષોત્તમ પ્રેમ થી પધર્યયા રે
જે કોઈ ગાયે, શીખે ને સાંભળે રે.
આ કૃષ્ણ જનમ રૂડા રાસ મારા વાલા
તેના હોજો શ્રી વૈકુંઠ વાસ મારા વાલા
પુરણ પુરુષોત્તમ પ્રેમ થી પધર્યયા રે.
વસુદેવ દેવકીજી ને કષ્ટ પડ્યા રે.
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏
Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.