સહજ સંવાદ: વૈદ્ય દમણિયા સાહેબ | Damaniya saheb | Ayurveda | Life
Sahaj Sahity
0:00 / 0:00
સહજ સંવાદ: વૈદ્ય દમણિયા સાહેબ | Damaniya saheb | Ayurveda | Life
10 490 просмотров · 3 г. назад
Sahaj Sahity
1,26 тыс. подписчиков
10 490 просмотров · 3 г. назад
પ્રખ્યાત વૈદ્ય, ગૌસેવક તેમજ યજ્ઞયાજી વૈદ્ય દમણિયા સાહેબનો ઇન્ટરવ્યૂ
ઇન્ટરવ્યૂ લેનાર - #sahajsahity પોર્ટલ ટીમ વતી આનંદ ઠાકર
વૈદ્ય દમણિયા સાહેબનો પરિચય
વૈદ્ય પાંચાભાઇ દમણિયા ૨૭ વર્ષ પહેલા જામનગર આયુર્વેદ યુનિવર્સિટીથી આયુર્વેદમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરેલ આયુર્વેદના ડોક્ટર છે.
છેલ્લા ૨૭ વર્ષથી તેઓ ઊના મુકામે સંપૂર્ણપણે આયુર્વેદની ઉપચાર સેવા કરે છે. તેમના દવાખાનામાં વપરાતી મોટાભાગની દવા તેમની પોતાની જ ફાર્મસીમાં આયુર્વેદિક પદ્ધતિ પ્રમાણે તૈયાર થાય છે.
આયુર્વેદ સાથે તેઓ ગૌભક્ત પણ છે અને તેમની ઘરની ગૌશાળા પણ છે. જેમાં સુવર્ણ કપિલા સહિતની ગીર ગાયો રાખેલ છે અને તેઓની દેખરેખ નીચે ગાયોની સેવા થાય છે.
ભારતનું કોઈ જંગલ એવું નહિ હોય કે જ્યાં તેઓ ઔષધ પરિચય માટે ગયા ન હોય. તેમને દેવ વૈદ્ય અશ્વિની કુમારો અને આયુર્વેદના અધિષ્ઠાતા ભગવાન ધન્વન્તરિ પર અપાર શ્રદ્ધા છે. તેઓ નિયમિત રીતે અશ્વિનીકુમારો અને ધન્વંતરીના યજ્ઞ કરતા રહે છે અને આ યજ્ઞમાં ઔષધોને મંત્ર સિદ્ધ પણ કરે છે.
છેલ્લા ૨૭ વર્ષમાં તેઓએ અનેક રોગોના દર્દીઓ સાજા કર્યા છે અને જડમૂળથી રોગીના રોગો મટાડ્યા છે.
ઊના મૂકામે તેમને ત્યાં શનિ, રવિ અને સોમ બધા દર્દીઓ માટે અને મંગળવાર સ્પેશ્યલ કેન્સરના દર્દીઓ માટે રાખવામાં આવેલ છે.
તેમનું દવાખાનું સવારના પાંચ વાગ્યે શરૂ થાય છે અને સાંજે દિવસ આથમે ત્યાં સુધી શરૂ રહે છે.
રોજના એવરેજ ૩૦૦ દર્દીઓને તેઓ તપાસે છે. કેન્સર,ડાયાબિટીસ, હૃદયરોગ અને તેવા ગંભીર બીમારીઓના અનેક દર્દીઓને તેમણે પથારીમાંથી ઊભા કરીને રોજિંદુ જીવન જીવતા બનાવ્યા છે.
પરિચય માહિતી આલેખન -
ડાયાસાહેબ બાંભણિયા. ( નિવૃત્ત શિક્ષક અને પ્રવૃત્ત યોગ શિક્ષક )
#વૈદ્ય #પાંચાભાઇ #દમણિયા #ઊના #ગુજરાત #interview #Damaniya ##vaidya #ayurveda #yoga #yagna