Перейти к содержимому

જશોદાના ઘરમાં બેઠો કાનુડો બોલેરે માંમને ગોપીયો બીવડાવેરે🌹કાળીયોરે કાળીયો લાગે..

VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)

0:00 / 0:00

જશોદાના ઘરમાં બેઠો કાનુડો બોલેરે માંમને ગોપીયો બીવડાવેરે🌹કાળીયોરે કાળીયો લાગે..

1 782 просмотра · 11 месяцев назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,8 тыс. подписчиков
1 782 просмотра · 11 месяцев назад
જશોદા ના ઘરમાં બેઠો કાનુડો બોલે રે કાનુડો બોલે રે માં મને ગોપીઓ બીવડાવે માખણ ખાવા જાવ તો દોરડે બાંધે રે દોરડે બાંધે રે માં મને ગોપીઓ બીવડાવે શકું ઘરે જાવ તો મને પાણીલા ભરાવે રે લાજુ કઢાવે રે માં મને ગોપીઓ બીવડાવે રે નરસિંહ ઘરે જાવ તો વાણોતર બનાવી રે મામેરા પુરાવે રે માં મને ગોપીઓ બીવડાવે રે મીરા ઘેરે જાવ તો મને ઝેર પીવડાવે રે ઝેર પીવડાવે રે માં મને ગોપીઓ બીવડાવે રે દ્રોપદી ઘેર જાવ તો મને વીરો બનાવે રે ચીર પુરાવે રે માં મને ગોપીઓ બીવડાવે રે કરમાબાઈ ઘેરે જાવ તો મને ખીચડો ખડાવેરે ખીચડો ખવડાવે રે માં મને ગોપીઓ બીવડાવે રે સત્સંગમાં જાવ તો મને કીર્તન ગવડાવે રે કડતાલ વગડાવે રે માં મને ગોપીઓ બીવડાવે રે 🌹🌹🌹 કાળીયો રે કાળીયો લાગે મને વાલીયો જશોદાનો લાલીયો લાગે મને વાલીયો જેલમાં તું જન્મ્યો મામા કંસ બી ગયો અડધી રાત થી ભાગ્યો કાળિયો રે કાળીયો બબે તારે બાપ છે બબે તારે માવડી તોય ચારે ગાવડી કાળીયો રે કાળીયો હરી તારે હાથિયો કાળી નાગ નાથિયો ફેણ ઉપર નાચયો કાળીયો રે કાળીયો ગોકુળમાં તું ચોર છે મથુરામાં મોર છે બાકી બિહારી લાલ છે કાળીયો રે કાળીયો માખણીયા તું માગતો છાસ ને તું ઢોરતો મટકી ને તું ફોડતો કાળિયો રે કાળીયો હાથમાં સે લાકડી ખંભે કાળી કામળી રાધાજી નો શ્યામ છે કાળીયો રે કાળીયો મોરલી તું બજાવતો રાસ તું રમાડતો ચીતળા તુ ચોરતો કાળીયો રે કાળીયો માસીબા ને માર્યા મામા કસ ને માર્યો ગોવર્ધન તોળયો કાળીયો રે કાળીયો 16000 પરણીયો રાધાજીને લાવ્યો કુબજા મા મોહ્યો કાળીયો રે કાળીયો આંખ તારી માંજરી પગે પહેરી ઝાંઝરી ઠુમક ઠુમક નાચ્યો કાળિયો રે કાળીયો રંગે તું કાળીયો નામ તારું છોગાળો ગોપીઓ પાડે તાળીઓ કાળિયો રે કાળીયો