નયનાબેન સુર🌹સત્સંગ તો અમુલક ચીજ છે રે🌹નાણ દેતા ન મળે ક્યાંય મારો વાલો બિરાજે સત્સંગમાં રે
madhur vaani (મધુર વાણી)
0:00 / 0:00
નયનાબેન સુર🌹સત્સંગ તો અમુલક ચીજ છે રે🌹નાણ દેતા ન મળે ક્યાંય મારો વાલો બિરાજે સત્સંગમાં રે
28 284 просмотра · 8 мес. назад
madhur vaani (મધુર વાણી)
1,85 тыс. подписчиков
28 284 просмотра · 8 мес. назад
મારો વાલો બિરાજે સત્સંગમાં રે
મારા મહાપ્રભુજી બિરાજે સત્સંગમાં રે
જ્યાં સત્સંગ હોય ત્યાં જાય..મારો વાલો બિરાજે સત્સંગમાં રે
સૌ વૈષ્ણવો મળીને કીર્તન કરે રે
મારો વાલો ઉભો હરખાય..મારો વાલો બિરાજે સત્સંગમાં રે
સત્સંગમાં આવે સૌ પ્રેમથી રે
એ આવ્યો ના જાણે કોઈ..મારો વાલો બિરાજે સત્સંગમાં રે
શ્રી વલ્લભ બિરાજે સતસંગમાં રે
જ્યાં સત્સંગ હોય ત્યાં જાય..મારો વાલો બિરાજે સતસંગમાં રે
સત્સંગ તો અમૂલખ ચીજ છે રે
નાણા દેતા ન મળે ક્યાંય..મારો વાલો બિરાજે સત્સંગમાં રે
મારા શ્રીજી બિરાજે સત્સંગમાં રે
જ્યાં સત્સંગ હોય ત્યાં જાય..મારો વ્હાલો બિરાજે સત્સંગમાં રે
સૌ વૈષ્ણવ પધાર્યા મારે આંગણે રે
ધન્ય અવસર આવ્યો મારે ઘેર..મારો વાલો બિરાજે સત્સંગમાં રે
કર જોડીને વાલા તને વિનવું રે
આવો અવસર દેજો સદાય.. મારો વાલો બિરાજે સત્સંગમાં રે
દાસ વલ્લભના સ્વામી પ્રભુ શામળા રે
અમને દેજો શ્રી વ્રજમાં વાસ..મારો વાલો બિરાજે સત્સંગ રે