નયનાબેન સુર🌹મોહન મલપતા ઘેરે આવ્યા રે🌹મારે ઘરે પુરુષોત્તમ પધાર્યા રે
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
0:00 / 0:00
નયનાબેન સુર🌹મોહન મલપતા ઘેરે આવ્યા રે🌹મારે ઘરે પુરુષોત્તમ પધાર્યા રે
37 383 просмотра · 11 месяцев назад
VASANBEN SHINGALA (વસનબેન શિંગાળા)
10,6 тыс. подписчиков
37 383 просмотра · 11 месяцев назад
મારા તે બાગમાં ગુલાબ ના છોડ છે
મહેકે છે મોગરો અપાર રે રમવાને આવો સાહેલડી
મારા તે બાગમાં નાચે મોરલીયા
કોયલડી કરે છે ટહુકાર રે રમવાને આવો સાહેલડી
મારા તે બાગમાં ભર્યા સરોવર
ફૂલ્યા છે ફુલ ઘણી ભાત રે રમવાને આવો સાહેલડી
મારા તે બાગમાં ગજરા ગુથાવસુ
દેશું પ્રીતમજી ને હાથે રમવાને આવો સાહેલડી
મારા તે બાગમાં હિચકા બંધાવ્યું
વેણી ભરાવુ સખી સાથ રે રમવાને આવો સાહેલડી
મારા તે બાગમાં વેલા વેલા આવજો
ગરબે રમવા ને બેની આજ રે રમવાને આવો સાહેલડી
મારા તે બાગમાં કરશું ગોઠલડી
જમશું સુંદર વર સાથ રે રમવાને આવો સાહેલડી
મારા તે બાગમાં મળશે મોહનજી
રસીક પ્રીતમ વ્રજન નાથ રે રમવાને આવો સાહેલડી
🌹🌹🌹
મોહન મલપતા ઘેર આવ્યા રે
મારે ઘરે પુરુષોત્તમ પધાર્યા રે
મે તો લઈને મોતીડે વધાવ્યા રે
કાલે મારે કરુણા ની દ્રષ્ટિએ જોયું રે
બાઈ મારે એ વર શું મન મોહ્યું રે
પડ્યું મારે નંદના કુંવર સાથે પાનું રે
હવે હું તો કેમ કરી રાખે છાનું રે
દૂરિજન ને કેવું હોય તે કહેજો રે
વાલા મારા હૃદય કમળમાં રહેજો રે
ધન્ય ધન્ય ગોકુળ ના ગિરધારી રે
વાલા ને જોવા મળી વ્રજનારી રે
હારે હું તો વલ્લભકુળ ની દાસી રે
હારે વાલા કૃપા કરો વ્રજવાસી રે
વાલી મારે વ્રજમાં આપ્યો વાસ રે
બલિહારી જાય માધવદાસ રે