Перейти к содержимому

ગુરુ પ્રતાપે ધ્યાન તો ધરું

Gyan Sampradaya

0:00 / 0:00

ગુરુ પ્રતાપે ધ્યાન તો ધરું

247 просмотров · 6 дн. назад
Gyan Sampradaya
38 подписчиков
247 просмотров · 6 дн. назад
ધ્યાન તો ધરું રે તારું ધ્યાન તો ધરું પદ્મા આસનવાળી ધ્યાન તો ધરું, ભજન કરું રે હું તો ભજન કરું ગુરુદેવ પ્રતાપે ભજન કરૂં રેચકને પોરક ઠરીને કુંભકમાં પ્રાણ ભરીને સાધી સમાધી કૈવલ ધણીને વરું પદ્મા આસનવાળી ધ્યાન તો ધરું, ઇંગલાને પીંગલા નાડી સુક્ષ્મણા એ લાગી તારી, સરવે તીર્થ સ્નાન કરીને તરૂં પદ્મા આસનવાળી ધ્યાન તો ધરું ગગન મંડળમાં વાજાં વાગે વીના બીત્તની જોતો જાગે જીવન મુક્ત થઈને હું તો ફરૂં પદ્મા આસનવાળી ધ્યાન તો ધરું મુશળધાર મેવલો વરસે અખંડ અજવાળું મુજને દરસે કૈવલ પદમાં હું તો જઈને ઠરું પદ્મા આસનવાળી ધ્યાન તો ધરું કરૂણાસાગર નટવર નાગર , ગુરૂ કેશવ સુખના સાગર, દાસ પ્રયાગ ને આપ્યું મહા પદ તો ખરું પદ્મા આસનવાળી ધ્યાન તો ધરું ધ્યાન તો ધરું રે તારું ધ્યાન તો ધરું પદ્મા આસનવાળી ધ્યાન તો ધરું, ભજન કરું રે હું તો ભજન કરું ગુરુદેવ પ્રતાપે ભજન કરૂં ગુરુદેવ પ્રતાપે ભજન કરૂં