🙏🌸 સતીને સોમવારે સ્વપ્નું આવ્યું 🌸🙏 | સતી પાર્વતી પિયર જાય રંગ રસિયા 🔱🎶લખેલું છે
Mukteshwar Mahadev Mahila Mandal
0:00 / 0:00
🙏🌸 સતીને સોમવારે સ્વપ્નું આવ્યું 🌸🙏 | સતી પાર્વતી પિયર જાય રંગ રસિયા 🔱🎶લખેલું છે
2 503 просмотра · 3 дня назад
Mukteshwar Mahadev Mahila Mandal
11,2 тыс. подписчиков
2 503 просмотра · 3 дня назад
🙏🔱 જય મહાદેવ 🔱🙏
સતીને સોમવારે સ્વપ્નું આવ્યું 🌸 એક સુંદર અને ભાવસભર શિવ ભજન છે. આ ભજનમાં સતી પાર્વતીજીના પિયર જવાની વાત અને દક્ષના યજ્ઞની પૌરાણિક કથા ભક્તિભાવ સાથે રજૂ કરવામાં આવી છે. 🙏✨
🎵 ભજન: સતીને સોમવારે સ્વપ્નું આવ્યું
🔱 આરાધ્ય: ભગવાન મહાદેવ અને માતા સતી
🌸 ગાયક: મહિલા મંડળ ભજન
🙏 ભક્તિભાવ: સતી પાર્વતી અને મહાદેવની કથા
વિડિયો પસંદ આવે તો ❤️ Like, Share અને Subscribe જરૂર કરજો. 🙏🔔
જય ભોળેનાથ 🔱 હર હર મહાદેવ 🙏
#SatiNeSomvareSwapnuAavyu #MahadevBhajan #SatiParvati #ShivBhajan #GujaratiBhajan #MahilaMandal #HarHarMahadev #Bholenath #DevotionalSong #GujaratiDevotional 🔱🌸
સતીને સોમવારે સ્વપ્નું આવ્યું
સતી પાર્વતી પિયર જાય, રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…
સતી કહે, “મહાદેવ, તમે સાંભળો…”
મહાદેવ કહે, “સતી, તમે સાંભળો…”
આ યજ્ઞ મારા દાદા ઘેર થાય, રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…
સતી, નહીં રે કાગળ, નહીં કંકોત્રી,
વગર તેડાવ્યાં પિયરનાં જઈએ, રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…
મારા દાદાને જાજી દીકરીઓ,
કાગળ લખવામાં થઈ હશે ભૂલ, રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…
ત્યારે મહાદેવે પોઠિયો તૈયાર કર્યો,
સતી આવ્યાં છે દક્ષને દ્વાર, રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…
સતીના દાદાએ ન કહ્યું, “આવો રે,”
એની માતાએ ન દીધાં માન, રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…
સતીનાં મોટાં બહેને મેણાં બોલ્યાં,
“અહીંયા શું હતું જટાળાનું કામ?” રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…
સતી યજ્ઞમંડપમાં આંટો ફર્યાં,
ક્યાંય ન જોયાં શિવનાં આસન, રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…
સતીએ દોડીને હવનમાં માર્યો કૂદકો,
સતી પિતા ઘરે હવનમાં હોમાય, રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…
સતી હેમસ કુળની દીકરી,
સતી કૈલાશ સાસરીયે જાય, રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…
સતીને સોમવારે સ્વપ્નું આવ્યું,
સતી પાર્વતી પિયર જાય, રંગ રસિયા,
સોમવારે સ્વપ્નું આવ્યું…