ભજન નીચે લખ્યું છે.દર્શન કરવાને અમે ગ્યાતા ડાકોરમાં.શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ.વડોદરા.
pinal patel
0:00 / 0:00
ભજન નીચે લખ્યું છે.દર્શન કરવાને અમે ગ્યાતા ડાકોરમાં.શ્રી સખીભજન મંડળ.હર્ષા પટેલ.વડોદરા.
45 640 просмотров · 3 года назад
pinal patel
46,8 тыс. подписчиков
45 640 просмотров · 3 года назад
દર્શન કરવાને અમે ગ્યાતા ડાકોરમાં
ભુલી ગયા હૈયાનું ભાન રણછોડ તારા મલકમાં
ગોમતી નો ઘાટ કેવો લાગે રળીયામણો
ગોમતીમાં કીધા છે સ્નાન રણછોડ તારા મલકમાં
ભુલી ગયા હૈયાનું ભાન...........
સોનાનું શિખર તો સુંદર સોહામણું
ધોળી ધજાના એધાણ રણછોડ તારા મલકમાં
ભુલી ગયા હૈયાનું ભાન........
માખણ મીસરી ને ધર્યા મગસના લાડવા
પધરાવ્યા તુલસીના પાન રણછોડ તારા મલકમાં
ભુલી ગયા હૈયાનું ભાન.........
કેસરીયા દૂધ ને રાજભોગ પ્રસાદ
મગસ ગોટાનું બહુ માન રણછોડ તારા મલકમાં
ભુલી ગયા હૈયાનું ભાન........
હરિજનોની હેલી મચાવી
નાચી કૂદીને ગુણ ગાય રણછોડ તારા મલકમાં
ભુલી ગયા હૈયાનું ભાન.........
સોંઘુ ભાડુ નેવી ડાકોરની જાત્રા
ભકતો બન્યા છે મહેમાન રણછોડ તારા મલકમાં
ભુલી ગયા હૈયાનું ભાન.......
ડાકોર નો નાથ તો શામળીયો શેઠ છે
દર્શન દેવાને દોડી આવ રણછોડ તારા મલકમાં
ભુલી ગયા હૈયાનું ભાન.......
નરસિંહ મહેતાના સ્વામી શામળીયા
દેજો સત્સંગ નો લ્હાવ રણછોડ તારા મલકમાં
ભુલી ગયા હૈયાનું ભાન રણછોડ તારા મલકમાં
દર્શન કરવાને અમે ગ્યાતા ડાકોરમાં