ભજન નીચે લખ્યું છે.કાના તને શી રીતે મનાવું. શ્રી સખીભજન મંડળ.મીતા પટેલ.
pinal patel
0:00 / 0:00
ભજન નીચે લખ્યું છે.કાના તને શી રીતે મનાવું. શ્રી સખીભજન મંડળ.મીતા પટેલ.
68 353 просмотра · 3 года назад
pinal patel
46,8 тыс. подписчиков
68 353 просмотра · 3 года назад
ઓ કાના તને શી રીતે મનાવું
ઓ કાના તને શી રીતે રીઝાવું
ગંગા જમુના તારા ચરણમાં
ઓ કાના તને હું શ્યામ સ્નાન કરાવું
ઓ કાના તને શી રીતે મનાવું
ઓ કાના તને શી રીતે રીઝાવું
ચંદ્ર સૂરજ તારા તેજ સમાણા
ઓ કાના તને શું દીપ પ્રગટાવું
ઓ કાના તને શી રીતે મનાવું
ઓ કાના તને શી રીતે રીઝાવું
વન ઉપવનમાં તું જ વસ્યો છે
ઓ કાના તને શું હું ફુલ ચઢાવું
ઓ કાના તને શી રીતે મનાવું
ઓ કાના તને શી રીતે રીઝાવું
સકલ સૃષ્ટિનું પોષણ કરતો
ઓ કાના તને શું હું ભોગ ધરાવું
ઓ કાના તને શી રીતે મનાવું
ઓ વાલા તને શી રીતે રીઝાવું
સરસ્વતી તો તારા જ મુખમાં
ઓ કાના તને શું કીર્તન સંભળાવું
ઓ કાના તને શી રીતે મનાવું
ઓ કાના તને શી રીતે રીઝાવું
વેદ પુરાણ તો તુજમાં સમાયા
ઓ કાના તને હું શ્ર્લોક સંભળાવું
ઓ કાના તને શી રીતે મનાવું
ઓ કાના તને શી રીતે રીઝાવું
તારા નામનો જાપ જપીને
ઓ કાના તને તુલસી પત્ર ચઢાવું
તન મન ધન કાના તુજને અર્પણ
ઓ કાના તને ભકિતની ભેટ ચઢાવું
ઓ કાના તને શી રીતે મનાવું
ઓ કાના તને શી રીતે રીઝાવું