લખેલું છેઆવું ભજન સાંભળીને ખુશ થઈ જશો
Krishna Mandal kahoda
0:00 / 0:00
લખેલું છેઆવું ભજન સાંભળીને ખુશ થઈ જશો
1 285 просмотров · 1 день назад
Krishna Mandal kahoda
32,4 тыс. подписчиков
1 285 просмотров · 1 день назад
ભલી ભલી દુનિયા બની રે દિવાની
હે અજ્ઞાની શું જાણેરે
ભલી ભલી દુનિયા બની રે દિવાની
કાચી માટીના ગણપતિ બનાવ્યા
અબીલ ગલાલ ચડાવે રે
ભલી ભલી દુનિયા બની રે દિવાની
પાચ દિવસ એની પુજા કરે
જળમાં એ પધરાવે રે
ભલી ભલી દુનિયા બની રે દિવાની
સાવરે સોનાની મુર્તી બનાવી
આખાં ધરમાં ફેરવે રે
ભલી ભલી દુનિયા બની રે દિવાની
વિપત પડે ત્યારે વેંચી રે નાંખે
પૈસે મોજો માણે રે
ભલી ભલી દુનિયા બની રે દિવાની
ત્રાબાનો એક નાગ બનાવ્યો
દહી ને દુધ ચડાવે રે ભલી ભલી દુનિયા બની રે દિવાની
સાચો નાગ જ્યારે ધરમાં નિકળે
ધોકો લઈ ધમકાવે રે ભલી ભલી દુનિયા બની રે દિવાની
ધરડા માં બાપ ધરમા બેઠાં
સેવા એની ન કરે રે ભલી ભલી દુનિયા બની રે દિવાની
મર્યા પછી તો ધડાપીટ માંડે
ફોટા ને ફુલ ચડાવે રે ભલી ભલી દુનિયા બની રે દિવાની
સાળો આવે એને સારું લગાડે
ભાઈ જોડે સબંધ ન રાખે રે ભલી ભલી દુનિયા બની રે દિવાની
સાળી આવે એને સાડી પહેરાવે
બેની રોતી જાયે રે ભલી ભલી દુનિયા બની રે દિવાની
અજ્ઞાની શું જાણે રે ભલી ભલી દુનિયા બની રે દિવાની
ભલી ભલી દુનિયા બની રે દિવાની