શા માટે આપણે બીજાની દેખાદેખીમાં ફસાયા છીએ?
Gusai Shubhamgiri
0:00 / 0:00
શા માટે આપણે બીજાની દેખાદેખીમાં ફસાયા છીએ?
54 просмотра · 9 дней назад
Gusai Shubhamgiri
8 подписчиков
54 просмотра · 9 дней назад
આજના સમયમાં દેખાદેખી આપણા જીવનનો એક મોટો ભાગ બની ગઈ છે. પાડોશીએ નવી કાર લીધી એટલે આપણને પણ કાર જોઈએ, કોઈએ મોંઘો મોબાઈલ લીધો એટલે આપણો ફોન જૂનો લાગે, કોઈ વિદેશ ફરવા જાય તો આપણને લાગે કે આપણે પાછળ રહી ગયા.
સોશિયલ મીડિયા પર દેખાતી ચમકદાર જિંદગી અને EMI-લોનના વધતા ભાર વચ્ચે મધ્યમ વર્ગ ક્યાંક પોતાની સાચી ખુશી અને માનસિક શાંતિ ગુમાવી રહ્યો છે.
શું આપણે ખરેખર પોતાની જરૂરિયાત માટે વસ્તુઓ ખરીદીએ છીએ કે પછી માત્ર લોકો શું કહેશે એના ડરથી?
આ વીડિયોમાં આપણે વાત કરી છે વધતી જતી દેખાદેખી, સોશિયલ મીડિયા, EMI, લોન, સ્ટેટસ અને મધ્યમ વર્ગ પર પડતા સામાજિક દબાણ વિશે.
તમારા મતે આજના સમયમાં દેખાદેખીનું સૌથી મોટું કારણ શું છે? Commentમાં જરૂર જણાવો.