ડોલે કૈલાસ ધામ 🔱 | મહાદેવનું પાવન કિર્તન | શ્રાવણ સ્પેશિયલ શિવ ભજન
jivan aamrut raas
0:00 / 0:00
ડોલે કૈલાસ ધામ 🔱 | મહાદેવનું પાવન કિર્તન | શ્રાવણ સ્પેશિયલ શિવ ભજન
1 246 просмотров · 1 месяц назад
jivan aamrut raas
98 подписчиков
1 246 просмотров · 1 месяц назад
ડોલે કૈલાસ ધામ 🔱 — ભગવાન મહાદેવને સમર્પિત એક સુંદર અને ભક્તિમય કિર્તન. 🙏
શ્રાવણ માસમાં મહાદેવની ભક્તિ અને શિવનામના સ્મરણ સાથે આ કિર્તનનો આનંદ માણો. 🕉️
🎤 સ્વર: પાયલ અવૈયા
📺 Jivan Amrut Ras
હિમાલય ની દીકરી એમનું પાર્વતી છે નામ
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
ભીલડી સ્વરૂપે માતા ઉમિયાજી આવ્યા
જટા મેલી મોકલીને નાથે ભોળાનાથ
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
મોયડીયા નો વેશ લઈને ભોળાનાથ આવ્યા
ઉતર્યા ભોળાનાથ એવા હિમાલય મોજાર
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
મોજડીયું મુલવે છે પેલી ચૌદ ભુવન ની નારી
કર રે મોચીડા તારી મોજડીયું ના મૂલ
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
મારી રે મોજડીયે સતી ભરવા જોશે પાણી
રોટલા ઘડીને જમાડો ભોળાનાથ
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
સીતાજી નો વેશ લઈને ઉમેયાજી આવ્યા
રામ અને લક્ષ્મણ માને પગે પડી જાય
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
વનમાં માતાજી તમે એકલા કેમ આવ્યા
વાટ જુએ છે ઓલા ચૌદ ભુવન ના નાથ
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
અગ્નિ પરીક્ષા માતા પાર્વતીએ દીધી
હવનકુંડમાં માતા ઉમેયા હોમાય
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
તાંડવ કરતા કરતા ભોળાનાથ આવીયા
પકડ્યો સતીએ ભોળા નો જમણો હાથ
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ...
સતીના અંગારા શિવે ઠામો ઠામ પાડિયા
ત્યાં માં ઉમેયાજી ના મંદિરો બંધાય
ઓમ નમઃ શિવાય ભજતાં ડોલે કૈલાસ ધામ..
જો તમને શિવ ભજન અને કિર્તન ગમે છે તો વિડિયો Like 👍, Share ↗️ અને Subscribe 🔔 જરૂર કરજો.
હર હર મહાદેવ 🔱
#ડોલેકૈલાસધામ #શિવભજન #શિવકિર્તન #મહાદેવ #શ્રાવણ #HarHarMahadev #JivanAmrutRas
Thumbnail text:
ડોલે કૈલાસ ધામ 🔱
શ્રાવણ સ્પેશિયલ