હિંડોળા કીર્તન | સોનાનો હિંડોળો | મધુર ગુજરાતી ભજન | સ્વર: પાયલ આવૈયા | Jivan Amrut Ras
jivan aamrut raas
0:00 / 0:00
હિંડોળા કીર્તન | સોનાનો હિંડોળો | મધુર ગુજરાતી ભજન | સ્વર: પાયલ આવૈયા | Jivan Amrut Ras
9 266 просмотров · 1 мес. назад
jivan aamrut raas
98 подписчиков
9 266 просмотров · 1 мес. назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
પ્રસ્તુત છે ભાવભર્યું હિંડોળા કીર્તન - "સોનાનો હિંડોળો" શ્રીકૃષ્ણના પાવન હિંડોળા મહોત્સવને સમર્પિત સુંદર ગુજરાતી ભજન.
🎤 સ્વર: પાયલ આવૈયા
શ્યામ સોનાનો હિંડોળો રે હાં હાં રે હિંડલા દોરી છે...
ગોકુળિયા ગામમાં નંદજીના રાજમાં
મા જશોદા એ હિંડકો બાંધ્યો છે
હાં હાં રે હિંડલા દોરી છે
શ્યામ સોનાનો હિંડોળો રે હાં હાં રે હિંડલા દોરી છે...
ગોકુળની ગોપીઓ આવી ઝુલાવવા
કાના માટે માખણ લાવે છે
હાં હાં રે હિંડલા દોરી છે
શ્યામ સોનાનો હિંડોળો રે હાં હાં રે હિંડલા દોરી છે...
જશોદાજી આવીયા કાનાને બેસાડિયા
ધીમે ધીમે પારણું ઝુલાવે છે
હાં હાં રે હિંડલા દોરી છે
શ્યામ સોનાનો હિંડોળો રે હાં હાં રે હિંડલા દોરી છે...
નંદબાબા આવીયા કાનાને ઝુલાવીયા
કાના ને બંસરી ધરાવે છે
હાં હાં રે હિંડલા દોરી છે
શ્યામ સોનાનો હિંડોળો રે હાં હાં રે હિંડલા દોરી છે...
હિંડકામાં મોરલા હિંડકામાં પોપટ
મીઠા મીઠા ગીત રૂડા ગાય છે
હાં હાં રે હિંડલા દોરી છે
શ્યામ સોનાનો હિંડોળો રે હાં હાં રે હિંડલા દોરી છે...
વીરા બળભદ્ર આવે છે હોડતા
ગેડી દડો સાથે લાવે છે
હાં હાં રે હિંડલા દોરી છે
શ્યામ સોનાનો હિંડોળો રે હાં હાં રે હિંડલા દોરી છે...
બેની સુભદ્રા આવે મલપતા
કાના ને હેતે ઝુલાવે છે
હાં હાં રે હિંડલા દોરી છે
શ્યામ સોનાનો હિંડોળો રે હાં હાં રે હિંડલા દોરી છે...
વૈષ્ણવો આવે દર્શન કરવા
મનડા માં અતિ હરખાય છે
હાં હાં રે હિંડલા દોરી છે
શ્યામ સોનાનો હિંડોળો રે હાં હાં રે હિંડલા દોરી છે...
📺 ચેનલ: Jivan Amrut Ras
જો આ ભજન આપને ગમ્યું હોય તો વિડિયો ને Like 👍, Share 📤 અને Channel ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. આપનો પ્રેમ અને આશીર્વાદ અમને વધુ ભક્તિમય ભજનો રજૂ કરવાની પ્રેરણા આપે છે.
#HindolaKirtan #SonanoHindolo #GujaratiBhajan #KrishnaBhajan #HindolaMahotsav #PayalAvaiya #JivanAmrutRas #Bhakti #Bhajan #JayShreeKrishna