આજ મારો કાનજી રાધા ને તેડવા જાય જો | ભગવતી દેલોલીયા | Aaj Maro Kanji Radhaji Ne Tedva Jaay Jo
CN Dhun Mandal
0:00 / 0:00
આજ મારો કાનજી રાધા ને તેડવા જાય જો | ભગવતી દેલોલીયા | Aaj Maro Kanji Radhaji Ne Tedva Jaay Jo
14 138 просмотров · 1 год назад
CN Dhun Mandal
28,5 тыс. подписчиков
14 138 просмотров · 1 год назад
ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
આજ મારો કાનજી રાધા ને તેડવા જાય જો | ભગવતી દેલોલીયા | Aaj Maro Kanji Radhaji Ne Tedva Jaay Jo
નવા ગુજરાતી કીર્તન લખેલા
• ધૂન મંડળ કીર્તન | ભગવતી દેલોલીયા | ખુબ પસં...
આજ મારો કાનજી
રાધા ને તેડવા જાય જો
રાધાજી તો રોજ લલચાવે
આજ નહિ ને કાલ જો
પડવો તો મારે ચંડી પડવો
બીજે તેડવા આવજો
બીજ તો મારે ભાઈ બીજ
તીજે તેડવા આવજો
આજ મારો કાનજી
રાધા ને તેડવા જાય જો
ત્રિજ તો મારે કેવડા તીજ
તમે ચોથે તેડવા આવજો
ચોથ તો મારે કરવા ચોથ
તમે પાંચમે તેડવા આવજો
આજ મારો કાનજી
રાધા ને તેડવા જાય જો
પાચમ તો મારે ઋષિ પંચમ
તમે છઠ્ઠે તેડવા આવજો
છઠ તો મારે રાંધણ છઠ
તમે સાતમે તેડવા આવજો.
આજ મારો કાનજી
રાધા ને તેડવા જાય જો
સાતમ તો મારે શીતળા સાતમ
આઠમ તેડવા આવજો
આઠમ તો મારે ગોકુળ આઠમ
નોમને તેડવા આવજો
આજ મારો કાનજી
રાધા ને તેડવા જાય જો
નોમ તો મારે રામ નવમી
દશમે તેડવા આવજો
દશમ તો મારે દશેરા
અગિયાર સે તેડવા આવજો
આજ મારો કાનજી
રાધા ને તેડવા જાય જો
અગિયારસ મારે ભીમ અગિયારસ
બારસે તેડવા આવજો
બારસ તો મારે પોડાં બારસ
તેરસે તેડવા આવજો
આજ મારો કાનજી
રાધા ને તેડવા જાય જો
તેરસ તો મારે ધનતેરસ
ચૌદસે તેડવા આવજો
ચૌદસ તો એ કાળી ચૌદશ
પૂનમે તેડવા આવજો
આજ મારો કાનજી
રાધા ને તેડવા જાય જો
પૂનમે તો મારે સરદ પૂનમ
રાસે રમવાને આવજો
પૂનમ તો મારે સરદ પૂનમ
ચાંદો ઉગીઓ ચોક જો
આજ મારો કાનજી
રાધા ને તેડવા જાય જો
આજ મારો કાનજી
રાધા ને તેડી લાવ્યા જો
વનરાવન ની કુંજ ગલીમાં
રાધાજી રમે રાસ જો
માતાજી તો બહુ હરખાયા
મોતીડે વધાવ્યા જો
આજ મારો કાનજી
રાધા ને તેડી લાવ્યા જો
અમારા કીર્તન પસંદ આવે તો
લાઇક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી દો
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal