આવી છે નીમી એકાદશી રે કંઈક નિયમ લઈએ - ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે)ચાતુર્માસ પ્રારંભ2025
Nimavat Vasantben
0:00 / 0:00
આવી છે નીમી એકાદશી રે કંઈક નિયમ લઈએ - ઉષ્માબેન(કિર્તન લખેલું નીચે છે)ચાતુર્માસ પ્રારંભ2025
12 137 просмотров · 1 г. назад
Nimavat Vasantben
249 тыс. подписчиков
12 137 просмотров · 1 г. назад
આવી છે નીમી એકાદશી રે કંઈક નિયમ લઈએ...
પહેલો નિયમ રોજ મંદિરે જાશું
બીજો નિયમ અમે ભક્તિ રે કરશું
નિંદા નવ કરશું કોઈની રે કંઈક નિયમ લઈએ
આવી છે નીમી એકાદશી રે કંઈક નિયમ લઈએ...
ત્રીજો નિયમ અમે જાત્રાઓ કરશું
ચોથો નિયમ તુલસી પૂજા રે કરશું
પારકી પંચાત નવ કરશું રે કંઈક નિયમ લઈએ
આવી છે નીમી એકાદશી રે કંઈક નિયમ લઈએ...
પાંચમો નિયમ અમે પરબ બંધાવશું
છઠ્ઠો નિયમ મીઠો આવકારો દેશું
ભૂખ્યાને ભોજન જમાડશું રે કંઈક નિયમ લઈએ
આવી છે નીમી એકાદશી રે કંઈક નિયમ લઈએ...
સાતમો નિયમ પીપળે પાણી રેડશું
આઠમો નિયમ અમે સેવાયું કરશું
માવતર ની આંતરડી ઠારશું રે કંઈક નિયમ લઈએ
આવી છે નીમી એકાદશી રે કંઈક નિયમ લઈએ...
નવમો નિયમ કથા કીર્તન સાંભળશું
દસમો નિયમ નિત્ય સત્સંગ કરશું
ભાવધરી ભક્તિ કરશું રે કંઈક નિયમ લઈએ
આવી છે નીમી એકાદશી રે કંઈક નિયમ લઈએ...
અગિયારમો નિયમ અમે એકાદશી કરશું
આટલા નિયમોનું પાલન કરશું
એકાદશી કરી ભવ તરશું રે કંઈક નિયમ લઈએ
આવી છે નીમી એકાદશી રે કંઈક નિયમ લઈએ...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ